વિદાય:અમદાવાદ એરપોર્ટ પરથી નિવૃત્ત થયેલા 3 સ્નિફર ડોગને રિટાયર થતાં IPS અધિકારીની જેમ ગાડીમાં બેસાડી ગાડી ખેંચી વિદાય અપાઈ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં સીઆઈએસએફ સાથે જોડાયેલા ત્રણ સ્નિફર ડોગ ઝિપ્પો, મેપલ અને વિની 5 વર્ષની સેવા બાદ ગુરુવારે વયનિવૃત્ત થયા છે. સીઆઈએસએફએ ત્રણેય ડોગ માટે ફેરવેલ પાર્ટી રાખી ત્રણેયને હારતોરા પહેરાવી તેમજ કંકુ-તિલક કરી વિદાય આપી હતી.

ઝિપ્પો, મેપલ અને વિની નામના ત્રણ લેબ્રાડોર સ્નિફર ડોગ ગુરુવારે નિવૃત્ત થયા છે.
ઝિપ્પો, મેપલ અને વિની નામના ત્રણ લેબ્રાડોર સ્નિફર ડોગ ગુરુવારે નિવૃત્ત થયા છે.

રાંચીથી નવા ત્રણ સ્નિફર ડોગને સેવામાં સામેલ કર્યા છે. એરપોર્ટ પરથી માદક પદાર્થ, હથિયાર અને કરન્સી ઝડપી પાડવા 5 સ્નિફર ડોગને ફરજ પર લીધા હતા. કોઈ આઈપીએસ અધિકારી નિવૃત્ત થાય ત્યારે ગાડી ખેંચીને જે રીતે તેમને વિદાય અપાય છે તે રીતે આ ત્રણ ડોગને વિદાય અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...