તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાએ કમર ભાંગી:15 મહિનાથી બંધ ખાનગી ટ્યુશન ક્લાસ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરવા અને પ્રોપર્ટી ટેકસ માફ કરવા સંચાલકોની માંગણી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેક્ટર કચેરી બહાર ક્લાસીસ સં� - Divya Bhaskar
કલેક્ટર કચેરી બહાર ક્લાસીસ સં�
  • અમદાવાદમાં કલેક્ટર કચેરી બહાર ટ્યુશન ક્લાસ સંચાલકોનો વિરોધ
  • કોરોનાને કારણે છેલ્લા 15 મહિનાથી કોચિંગ અને ટ્યુશન ક્લાસ બંધ છે.
  • રાજ્યમાં અંદાજે એક લાખથી વધારે કોચિંગ અને ટ્યુશન ક્લાસીસ આવેલા છે.

રાજ્યમાં છેલ્લા 15 મહિનાથી કોચિંગ કલાસ અને ટ્યુશન કલાસીસ બંધ છે. કોરોનાની બીજી વેવ બાદ અનલોકની શરૂઆત કરવામાં આવી છે. હોટલ, રેસ્ટોરન્ટ અને જીમ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ 15 મહિનાથી બંધ કોચિંગ કલાસ અને ટ્યુશન કલાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.

ટ્યુશન-કોચિંગ ક્લાસ 50 ટકાની ક્ષમતા સાથે ખોલવા દેવા માંગ
કોરોનના કેસો ઘટતા કોચિંગ કલાસ અને ટ્યુશન ક્લાસીસ ખોલવાની માંગ સાથે કલાસીસ સંચાલકોએ વિરોધ કર્યો હતો. કલાસીસ સંચાલકોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરી કલાસીસ ખોલવાની મંજૂરી આપવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કલાસીસ સંચાલકોની માંગ છે કે, 50 ટકાની ક્ષમતા સાથે કલાસીસ ખોલવામાં આવે. રાજ્યમાં અંદાજે એક લાખથી વધારે કોચિંગ અને ટ્યુશન કલાસીસ આવેલા છે. કલાસીસ સાથે સંકળાયેલા 15 લાખ પરિવારો છે.

ક્લાસીસ પર નભતા શિક્ષકોની હાલત કફોડી બની
ક્લાસીસ પર નભતા શિક્ષકોની હાલત કફોડી બની

ક્લાસીસ પર નભતા શિક્ષકોની હાલત કફોડી બની
કલાસીસ 15 મહિનાથી બંધ હોવાને કારણે કલાસીસ પર નભતા શિક્ષકોની હાલત કફોડી બની છે. ભાડાના મકાનમાં ચાલતા કલાસીસ સંચાલકોને ભાડા ભરવાના અને હપ્તાઓ ભરવાના ફાંફા પડી રહ્યા છે. ત્યારે કલાસીસ સંચાલકોની માંગ છે કે, સરકાર કલાસીસ ખોલવાની મંજૂરી આપવાની સાથે 15 મહિનાનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવે તથા લાઈટ બીલમાં રાહત આપી કલાસીસ સંચાલકોને આર્થિક રાહત પેકેજ આપવાની માંગ કરી છે.

રાજકોટમાં પણ ક્લાસીસ સંચાલકોનો વિરોધ
રાજકોટમાં પણ કોચિંગ ક્લાસ બંધ હોવાથી સંચાલકોની આર્થિક સ્થિતિ કથળી છે. આજે ટ્યુશન ક્લાસ એસોસિયેશ દ્વારા આર્થિક પેકેજની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 16 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓની SOP સાથે અભ્યાસ કરવાની મંજૂરી આપો તેવી માંગ કરી હતી. તેમજ પ્રોપર્ટી ટેક્સ અને વીજબીલ પણ માફ કરવા માંગ કરાઇ હતી. રાજ્યમાં 1 લાખ કોચિંગ ક્લાસ સાથે 15 લાખ શિક્ષકો જોડાયેલા છે.