તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કોલરશીપ યોજના:નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ જાહેર: રાજ્યના 5090 વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યાં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ યોજનાનું ગુજરાત રાજ્યમાં અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવે છે

રાજ્યમાં નબળી અને આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા અને વાર્ષિક દોઢ લાખની આવક ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

બોર્ડ દ્વારા ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન
ભારત સરકારની આ યોજનાનું ગુજરાત રાજ્યમાં અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના 5097 ક્વૉટા માટે લાભાર્થીઓની પસંદગી કરવા દર વર્ષે બોર્ડ દ્વારા ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન થાય છે. સ્કોલરશીપની રકમ ઉપરાંત સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ માટે અને આવા વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે આ પરીક્ષા ખૂબ અગત્યની છે.

77368 વિદ્યાર્થીઓ કવોલિફાય થયાં
વર્ષ 2013માં આ પરીક્ષામાં અંદાજીત 5 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા. જેમાં ઉત્તરોત્તર વધારો થઈ આજે સરકારી શાળાના કુલ 141103 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લે છે. પરીક્ષામાં નોંધાયેલ 141103 વિદ્યાર્થીઓ પૈકી 133308 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તે પૈકી 77368 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયેલ છે.

5090 વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યુ
રાજ્યના કુલ 5097 ક્વોટામાં 5090 વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવેલ છે. પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર વેચાયેલા ક્વોટામાં મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓને ધોરણ-9થી 12 સુધી શિક્ષા મંત્રાલય દ્વારા નક્કી થયેલા નિયમોનુસાર વાર્ષિક 12000 મુજબ કુલ 48000 સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...