તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ડર યથાવત્:11 વાગ્યા સુધી રેસ્ટોરાં-લારીઓ ખુલ્લાં પણ લોકો નહિંવત્ જણાયા

અમદાવાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક

સરકાર દ્વારા તાજેતરમાં જ રાત્રિ કરફ્યૂનો સમય લંબાવીને 12 વાગ્યા બાદનો કરી દેવામાં આવ્યો છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં રાત્રે રેસ્ટોરાં અને ખાણીપીણીની જગ્યાઓ પણ મોટી સંખ્યામાં ખુલવા માંડી છે. ત્યારે શહેરના વસ્ત્રાપુર, સિંધુભવન અને લો ગાર્ડન વિસ્તારોમાં પણ લોકો 11 વાગ્યુ સુધી ખાણીપીણીની જગ્યાઓ પર જોવા મળ્યા હતાં. જો કે તેમાં કેટલાંક રેસ્ટોરાં ખાલીખમ જોવા મળ્યા હતાં તો કેટલીક જગ્યાઓએ લોકોએ ભીડ જમાવી હતી. સિટી ભાસ્કરે આ વિસ્તારો ખાતે જઇને જોતાં જાણવા મળ્યુ હતું કે, હજુ પણ કોરોના પહેલાં જેટલી સંખ્યામાં લોકો ખાણીપીણી માટે મોડી રાત સુધી જતા હતાં તેટલી સંખ્યામાં જોવા મળ્યા ન હતાં. રેસ્ટોરાં ખુલ્લા હતાં પરંતુ લોકોની સંખ્યા નહિંવત્ જણાઇ હતી.

વસ્ત્રાપુર : સ્ટોલ હતા પરંતુ 10.30 વાગ્યા બાદ લોકોની હાજરી પાંખી હતી
વસ્ત્રાપુરમાં રોજ જેટલો જ વકરો થયો હતો. કેટલાક લારીવાળા તો 10:30 વાગે જ નીકળી ગયા હતાં. 11 વાગ્યા પછી લારી પર લોકો ખાવા માટે ઓછા જોવા મળ્યા હતા.

લૉ ગાર્ડન : સ્ટોલવાળા રોજ જેટલા જ, વકરો માંડ 5થી 10 ટકા જેટલો જ થયો

લૉ ગાર્ડન ખાણી પીણી બજાર ખાતે લારીવાળાની સંખ્યા રોજ જેટલી હતી પરંતુ વકરો રોજ કરતા 5થી10 ટકા જ થયો. 11 વાગ્યા પછી લોકો નહીવત જણાયા હતાં.

સિંધુભવન : ફૂડકોર્ટ ચાલુ પરંતુ હાજરી માત્ર 10-20 લોકોની જ જોવા મળી

સિંધુભવન રોડ પરનું ફૂડ કોર્ટ સૂમસામ જોવા મળ્યું. 20 જેટલાં ફૂડ સ્ટોલના કોર્ટમાં 10 ગ્રાહકો જોવા મળ્યાં. ગ્રાહકોની પાંખી હાજરી ખૂબ જ પાંખી જોવાં મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો