ઓમિક્રોનના ભય વચ્ચે છૂટછાટ:દુનિયામાં આંશિક નિયંત્રણો આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં રાત્રે 12 સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે, રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની રાહત

અમદાવાદ2 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • કોરોના આવ્યો તે પહેલાં પણ રાતે 11 સુધી જ રેસ્ટોરાં ખુલ્લી રાખી શકાતી હતી અને હવે વધુ 1 કલાકનો ટાઈમ આપ્યો છે

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો ન થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. જોકે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોમનો ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકનો ઘટાડ્યો છે. હવે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 1લી ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

સરકારનું જાહેરનામું

  • 8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે યથાવત
  • રાત્રીના કર્ફ્યુમાં કરવામાં આવ્યો ઘટાડો
  • રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું
  • 8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
  • લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ
  • લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત
  • કર્ફ્યુ બાબતે રા.સરકારે નોટિફેકશન જાહેર

8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત
આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત આજે મંગળવારને 30 નવેમ્બરના રોજ પૂર્ણ થાય છે. 1લી ડિસેમ્બર 12 ડિસેમ્બર 2021 સુધી ગુજરાતમાં નવી છૂટછાટો અપાઈ છે. આ રાજ્યનાં જે 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં આવતીકાલથી રાત્રિના 1 વાગ્યાથી 12 ડિસેમ્બર સુધી સવારે 5 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

લગ્ન પ્રસંગમાં 400 લોકોની છૂટ
અગાઉ નવરાત્રી પહેલા લગ્ન પ્રસંગોમાં 400 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી હતી, જે યથાવત રાખવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. આવાં આયોજનોમાં લાઉડસ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં 100 વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે.

અન્ય સમાચારો પણ છે...