તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દબાણ દૂર:સાબરમતી પાસે મેટ્રોના કામમાં અડચણરૂપ 15 મકાન ખાલી ન કરનારા રહીશોને ટીંગાટોળી કરી શેલ્ટર હોમમાં ખસેડાયા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાબરમતી પાવરહાઉસ પાસે સુભાષબ્રિજ તરફ ચિમનભાઈ બ્રિજની નીચે મેટ્રો ટ્રેનના કામમાં અડચણરૂપ 110 જેટલા કાચાં મકાનો દૂર કરવા માટે નક્કી વળતર અપાયું હતું, પરંતુ 15 મકાનમાલિકો સ્થળાંતર ન કરતાં બુધવારે જિલ્લા કલેક્ટરની દેખરેખમાં મકાનો દૂર કરાયા હતા.

પાવર હાઉસ અને બ્રિજને સમાંતર મેટ્રો ટ્રેનનો ટ્રેક અને સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે. મકાનો દૂર કરવાનો વિરોધ કરનાર સ્થાનિકોને ટીંગાટોળી કરી અન્ય સ્થળે ખસેડાયા હતા, જેના માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્તની ફરજ પડી હતી. અસરગ્રસ્તોને માટે આંબેડકર હોલ શેેલ્ટર હાઉસમાં 15 દિવસની વ્યવસ્થા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો