સોસાયટીઓ-PG આમને-સામને:અમદાવાદમાં સોસાયટીઓમાં ચાલતા PG સામે રહીશોનો વાંધો, સંચાલકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદ16 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • સોસાયટીઓમાં ચાલતા PG અંગે વાંધો ઉઠાવાતા બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી

કોલેજમાં શિક્ષણકાર્ય શરૂ થયું છે, ત્યારે બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ હજુ બંધ છે. ઉપરાંત સોસાયટીઓમાં ચાલતા PGને લઈને પણ વિરોધ થયો હતો જેથી PG સંચાલકોએ મુખ્યમંત્રીને PG અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવા પત્ર લખ્યો છે. જેમાં અત્યારે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે વિચારણા કરવા જણાવ્યું છે.

સોસાયટીઓ દ્વારા PG સામે વાંધા ઉઠાવાય છે
PG સંચાલક કૃષ્ણ રાજપરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, અમદાવાદ મેટ્રો સિટીમાં અભ્યાસ માટે દૂર દૂરથી અન્ય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે. તેમને તમામ સુવિધા અને સેફ્ટી મળી રહે તે હેતુથી તેઓ PGમાં રહેવાનું પસંદ કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અનેક સોસાયટીઓ દ્વારા PGને લઈને વાંધા ઉઠાવાઈ રહ્યા છે.

PG સંચાલકો નિયમોનું પાલન કરે છે છતાં સોસાયટીઓને વાંધો
પત્રમાં આગળ લખ્યું છે, જો અમદાવાદની સોસાયટીઓ PG સામે વાંધા ઉઠાવશે તો બહારગામથી અભ્યાસ માટે આવેલા દીકરા-દીકરીઓ ક્યાં રહેશે. જેથી વિનંતી છે કે સોસાયટીઓમાં ચાલતા PG માટે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવે. અમે PGના તમામ કાયદાનું પાલન પણ કરીને છીએ અને વિદ્યાર્થીઓનું પોલીસ વેરિફિકેશન પણ કરાવી છીએ. છતાં PG ના ચાલવું જોઈએ તેવું મોટા ભાગની સોસાયટીઓ વાંધો ઉઠાવે છે તે અયોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...