સ્થાનિક લોકોનો વિરોધ:પૂર્વ MLA જિતુ પટેલની પુત્રીની હોસ્પિટલ સામે રહીશોનો આક્ષેપ, બીજો માળ ગેરકાયદે બાંધ્યાનો સોસાયટીના લોકોનો દાવો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોપલની પંચદીપ સોસાયટી (બાલેશ્વર બંગલોઝ)ના રહીશોએ મ્યુનિ. સત્તાવાળાઓને ફરિયાદ કરી છે કે ભૂતપૂર્વ ધારસભ્ય જિતુ પટેલની પુત્રી દ્વારા ગેરકાયદે રીતે હોસ્પિટલમાં બીજો માળ બાંધ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, સોસાયટીના રહીશો દ્વારા મ્યુનિ. એસ્ટેટ વિભાગના ચેરમેનને પાઠવેલા પત્રમાં એવી રજૂઆત કરી છે કે, બાલેશ્વર બંગલોઝમાં બંગલા નં. 51 અને 53 ડો. પાર્થ પટેલ અને ડો. મૈત્રી પટેલ દ્વારા ખરીદવામાં આવ્યા છે, જેમાં બંને બંગલામાં હોસ્પિટલને અનુરૂપ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જે બાદ સોસાયટીના રહીશો દ્વારા ગત 12 જુલાઇ અને 11 ઓગષ્ટ 2021ના રોજ લેખિત જાણ કરી ગેરકાયદે બાંધકામ દૂર કરવા રજૂઆત કરી હતી. આ મામલે હાઇકોર્ટમાં પિટિશન થઇ હતી.

આ બંગલામાં બીજો માળ બનાવી હોસ્પિટલને લગતી સેવાઓ ઊભી કરવા માટે જીઇબીનું કનેકશન પણ લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જે સામે 24મી ડિસેમ્બર 2021ના રોજ સોસાયટીના રહીશો દ્વારા એસ્ટેટ વિભાગને લેખિતમાં રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...