• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Residents Affected By The Increasing Commercial Activity In The City's Signature Squares, Banning Banners For Commercial Vehicles Were Put Up In Dhanasuthar Square.

પ્રવેશબંધીનાં બેનર મારવા પડ્યા:શહેરની ઓળખ ગણાતી પોળોમાં વધતી જતી વેપારી પ્રવૃત્તિથી રહીશો ત્રસ્ત, ધનાસુથારની પોળમાં કોમર્શિયલ વાહનો માટે પ્રવેશબંધીનાં બેનર લાગ્યાં

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોટ વિસ્તારની પોળોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ બેરોકટોક વધી રહી છે. કાલુપુરની ધનાસુથારની પોળના રહીશો વધતી જતી કોમર્શિયલ પ્રવૃત્તિને લીધે ટેમ્પો અને લોડિંગ રિક્ષા જેવાં વાહનોની સતત અવરજવરથી ત્રસ્ત છે.

પોળના રસ્તા સાંકડાં હોવાથી આ વાહનો જગ્યા રોકી લે છે અને લોકો સરળતાથી આવી જઈ શકતા નથી. વધારામાં પોળમાં મંદિર પણ આવેલા છે અને લોકો દર્શન કરવા પણ જઈ શકતા નથી. અંતે રહીશોએ કોમર્શિયલ વાહનો માટે પ્રવેશબંધીનાં બેનર મારવા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...