તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
SVPમાં મા કાર્ડની સેવા ચાલુ ન કરાતા રેસિડન્ટ ડૉક્ટરોએ શુક્રવારે બપોરે અચાનક હડતાળ પાડી હતી. જે આજે પણ અથાવત રહી હતી. આજે ICU ડ્યુટી તેમજ ઈન્ડોર ICU દર્દીઓ કે જેમની સારવાર રેસિડેન્ટ ડોકટરો કરતા હતા તે પણ બંધ કરી દેવાઈ હતી. જ્યાં સુધી રસીકરણ કામમાંથી મુક્તિ તેમજ માં કાર્ડ-આયુષમાન કાર્ડ અંતર્ગત દર્દીઓની સારવાર શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી SVP હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો કામથી અળગા રહેશે તેવી માંગ સાથે તેમણે હળતાળ શરૂ કરી હતી. પરંતુ તંત્રની સમજાવટ અને તેમની માંગો સંતોષાતા તેમણે હડતાળ સમેટી લીધી હતી અને બપોર બાદ ફરીવાર પોતાની ફરજ પર હાજર થઈ ગયાં હતાં.
LG હોસ્પિટલમાં ટ્રાંસફર કરી દેતા ડોક્ટરોમાં રોષ
મા કાર્ડ અને આયુષ્માન કાર્ડના દર્દીઓને ચાલુ કરવા મુદ્દે આ બદલી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. સિનિયર ડોક્ટરોની SVPમાંથી LG હોસ્પિટલમાં ટ્રાંસફર કરી દેતા ડોક્ટરોમાં રોષનો માહોલ ફેલાયો છે. 1 વર્ષની 6 લાખ ફી હોવા છતાં તમામને અભ્યાસમાં પ્રેક્ટિકલ કરવા નહિ મળતા પોતાના કેરિયર પર અસર પડતી હોવાના કારણે હડતાળ પાડી છે. આજે ઓર્થોપેડીક, સર્જરી, પીડિયા, એનેસ્થેશિયા,પેથોલોજી, સ્કિન ગાયનેકોલોજિસ્ટ સહિત તમામ ડિપાર્ટમેન્ટના ડોકટર્સ હડતાળ પર ઉતર્યા છે. સાથે જ ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશનર ડો.ઓમપ્રકાશ દ્વારા શુકવારથી હડતાળ શરૂ થતાં 9 રેસિડેન્ટ ડોકટરોને નોટિસ ફટકારી અને સસ્પેન્ડ કેમ નહિ કરવા જવાબ માંગ્યો છે.
આ સામાન્ય બદલી છે હડતાળના કારણે બદલી કરી એ વાત ખોટી: ડો.ઓમ પ્રકાશ
ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશનર ડો. ઓમ પ્રકાશ મછરાએ જણાવ્યું હતું કે, આ સામાન્ય બદલીની પ્રકિયા છે હડતાળના કારણે બદલી કરી એવી કોઈ વાત નથી. હડતાળ પણ ડોકટરોએ પુરી કરી દીધી છે. કોરોના વેક્સિન માટે ફિલ્ડમાં મોકલવાનો તેમનો મુદ્દો હતો અને કાલથી વેક્સીન પણ પૂર્ણ થઈ જશે.
1500 બેડની હોસ્પિ.માં માંડ 7 દર્દીઓ જ આવે છે
ડો.ઓમ પ્રકાશની તાનાશાહી હડતાળમાં સપોર્ટ કરનાર SVPના 7 પ્રોફેસરની બદલી કરી એલ.જી હોસ્પિટલ ભેગા કર્યા છે. SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાળની જાણકારી સામે આવી કે હાલમાં SVP હોસ્પિટલમાં માત્ર 39 કોવિડ દર્દી સારવાર લઈ રહ્યા છે.હોસ્પિટલમાં સામાન્ય વર્ગને પોષાય નહિ તેવા ચાર્જ હોવાના કારણે ગરીબ કે માધ્યમ વર્ગનો વ્યકતિ આવતા નથી. સાથે જ SVP હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ સેવાના દર્દીને પણ અહીં સારવાર માટે નહીં લાવવા સૂચના અપાઈ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. ગરીબ અને મધ્યમવર્ગના દર્દી નહિ આવતા હોવાના કારણે 1500 બેડની હોસ્પિટલમાં દિવસના સરેરાશ 7થી 10 દર્દીઓ જ સારવાર લેવા આવતા હોવાના કારણે ડોકટરોને યોગ્ય પ્રેક્ટિસ કરવાનો મોકો મળતો નથી. તમામ રેસિડેન્ટ ડોકટરોની હડતાળ સમેટાઈ જાય તે માટે તંત્ર દ્વારા દબાણ પણ કરવામાં આવ્યું છે.
મા કાર્ડની સેવા બંધ હોવાથી દર્દી ઓપરેશનમાં પૈસા ચૂકવવા મજબૂર
કાલથી તમામ રેસિડેન્ટ ડોકટરોએ નોન-ઈમર્જન્સી તેમજ વોર્ડ અંતર્ગત કરવાની રહેતી કામગીરી બંધ કરી છે. ઈમર્જન્સી ડ્યુટીમાં એકમાત્ર રેસિડેન્ટ ડોકટર ફરજ બજાવશે. SVP હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોક્ટરોને યુટીલિટી બિલ્ડીંગની બહાર પહોંચ્યા છે. એસવીપીમાં થોડા સમય અગાઉ કોવિડ સિવાયની સારવાર શરૂ કરાઈ છે. જોકે મા કાર્ડની સેવા ચાલુ ન હોવાથી દર્દીએ ઓપરેશન જેવા કેસમાં પૈસા ચૂકવવા પડે છે માટે દર્દીઓ પૂરતી સંખ્યામાં આવતા નથી. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં મા કાર્ડની સેવા ચાલુ છે. ડૉક્ટરોએ એસવીપીની મુલાકાતે આવેલા ડીવાયએમસીની કાર પણ અટકાવી હતી અને ડીવાયએમસીએ હોસ્પિટલમાં બેસી રહેવું પડ્યું હતું. એ પછી વિદ્યાર્થીઓના એક ગ્રૂપની રજૂઆત સાંભળવામાં આવી હતી. આખરે ચર્ચાબાદ હડતાળ સમેટી લેવામાં આવી હતી.
અભ્યાસ છોડી દર્દીઓની સારવાર કરી: રેસિડેન્ટ ડોક્ટર્સ
રેસિડેન્ટ ડોક્ટર્સે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી પોતાનો અભ્યાસ છોડી કોરોનાના દર્દીઓની સારવારમાં લાગી ગયા છે. સાથે કોરોના ટેસ્ટિંગ સહિતની જવાબદારીઓ પણ તેમના શીરે થોપવામાં આવી હતી. હવે કોરોના રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે તેમજ કોરોના રસી લેવા માટે તબીબોને દબાણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની કામગીરી હજુ કેટલો સમય ચાલશે તે નક્કી નથી. ઉચ્ચ અધિકારીઓ પાસે રજૂઆત કરવા જતા તેમને યુનિયનના આગેવાન હોવાનું કહીને તેમની વિરુદ્ધ પગલાં લેવાશે તેવી વાતો કરવામાં આવતી હોવાથી તમામ રેસિડેન્ટ ડોક્ટરોએ સાથે મળીને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે.
142 જગ્યાએ બે શિફ્ટમાં ફરજ બજાવવા ઓર્ડર કરાયો હતો
મ્યુનિસિપલ તંત્ર દ્વારા વેક્સિનેશન અભિયાનનો ટાર્ગેટ પૂરો કરવા માટે SVP હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરોને શહેરમાં 142 જગ્યાએ બે શિફ્ટમાં ફરજ બજાવવા ઓર્ડર કરાયો હતો, જેના કારણે તબીબોમાં રોષ ફેલાયો હતો. નારાજ ડોક્ટર્સ SVPના કેમ્પસમાં ઉગ્ર દેખાવ સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. સવારથી વિરોધ કરી રહેલા ડોક્ટર્સ મોડી સાંજ સુધી કામકાજથી અળગા રહ્યા હતા. જ્યારે આજે પણ સેસિડેન્ટ ડોક્ટર્સનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.
ડે.કમિશનરને નીકળવા માટે બોલાવી પડી પોલીસ
SVPના રેસિડન્ટ ડોક્ટરો સવારથી ભેગા થઈને વિરોધ કરી રહ્યા હતા. ત્યારે ડે. કમિશનર ઓમપ્રકાશ એસવીપીમાં મીટિંગ યોજી રહ્યા હતા હોવાની વાતની જાણ થતાં જ રેસિડન્ટ ડોક્ટરો ત્યાં પહોંચી ગયા હતા અને ઉગ્ર દેખાવ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ડે.કમિશનરે ડોક્ટરોની માંગણી અસ્વીકાર કરીને ત્યાંથી રવાના થઈ રહ્યા હતા ત્યારે ડોક્ટરોએ તેમની કારનો ઘેરાવ કરી લીધો હતો. જેથી તેમને એસવીપીમાંથી નીકળવા માટે પોલીસ બોલાવાની ફરજ પડી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.