તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારી સામે દિવસ-રાત કોરોના સામે લડી રહેલા એસવીપી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ ઘણા દિવસથી અપૂરતી પીપીઈ કીટ મામલે રોષ પ્રગટ કરી રહ્યા હતા. આખરે આ મામલો આજે વણસતા મંગળવારે બપોરે એસવીપી હોસ્પિટલમાં રેસિડેન્ટ-જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ વીજળીક હડતાળ પર ઉતરી ગયો છે. આ અંગે હોસ્પિટલના સત્તાવાર સૂત્રો કોઈ જવાબ નથી આપી રહ્યા પરંતુ પીપીઈ કીટ મામલે જ આ હડતાળ હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. એસવીપી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ તથા આરએમઓ સહિતનો સ્ટાફ જૂનિયર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને હડતાળ સમેટી લેવા સમજાવવા ગયા હતા. ઉપરી અધિકારીના આશ્વાસન અને સમજાવટ બાદ તમામ રેસિડેન્ટ ડોકટરોએ હડતાલ સમેટી લીધી છે. SVP હોસ્પિટલના અધિકારીના મુજબ PPE કીટ પૂરતા પ્રમાણમાં છે અને N95 માસ્ક પણ આપવામાં આવ્યા છે.
બિલિંગ કાઉન્ટર પાસે જ ડોક્ટરો-નર્સો હડતાળ પર બેસી ગયા
એસવીપી હોસ્પિટલના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દિવસ-રાત ફરજ બજાવી રહેલા ડોક્ટરો, ખાસકરીને કોરોના વોર્ડમાં ફરજ બજાવી રહેલા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફમાં પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) કીટ પૂરતી સંખ્યામાં ન મળવાનો આક્રોશ હતા. મેડિકલ તથા પેરા-મેડિકલ સ્ટાફ ઘણા દિવસોથી માગણી કરી રહ્યા હતા કે તેમને પીપીઈ કીટ પૂરતી સંખ્યામાં મળવી જોઈએ. પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓ તેમની આ માગણીનો હકારાત્મક પ્રત્યુત્તર ન આપતા હોવાનો ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફમાં કચવાટ હતો. આજે સવારથી જ મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ કામથી અળગો રહ્યો હતો અને બપોર સુધીમાં તો તેઓ હોસ્પિટલના બિલિંગ કાઉન્ટર પાસે જ હડતાળ પર બેસી ગયા હતા.
એસવીપીના સુપરિન્ટેન્ડેન્ટ-આરએમઓ સહિતના અધિકારીઓ સમજાવવા દોડી ગયા
પીપીઈ કીટ ન મળવા મુદ્દે હડતાળ પર ઉતરી ગયેલા એસવીપી હોસ્પિટલના સ્ટાફની સમજાવટ માટે સુપરિન્ટેન્ડેન્ટ તથા આરએમઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફને આ હડતાળ સમેટી હાલના નાજુક સંજોગોમાં ઝડપથી કામ પર પરત ફરવા આ અધિકારીઓ સમજાવ્યા હતા. મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે પણ તેમના પ્રતિનિધિ તરીકે ડીવાયએમસીને એસવીપી હોસ્પિટલમાં સમજાવવા મોકલ્યા હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એસવીપી હોસ્પિટલમાં મેડિકલ તથા પેરામેડિકલ ટીમના સંખ્યાબંધ રેસિડેન્ટ ડોકટર તથા નર્સિંગ સ્ટાફને કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.