સિવિલમાં સ્યુસાઈડનો પ્રયાસ:હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે ઝેરી દવા ઇન્જેક્શનમાં નાખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારવાર માટે ઈમરજન્સીમાં ખસેડાયો, પોલીસની ટીમ તપાસ માટે પહોંચી
  • ડૉક્ટર રૂમમાં બેભાન મળ્યા, આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ
  • કોઈના દબાણના કારણે જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યાની આશંકા

અસારવા સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરે પોતાના રૂમમાં ઈન્જેકશન લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ તેમના ડોક્ટર મિત્રોને ઘટનાની જાણ થતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા શાહીબાગ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

હાલ ચિરાગની સ્થિતિ નાજુક છે
સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ચિરાગ ચૌધરીએ તેમના રૂમમાં ઈન્જેક્શન લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ વાતની જાણ તેમના સાથી ડોક્ટરોને થતા તેઓ ચિરાગને સારવાર માટે તાત્કાલિક ઈમરજન્સીમાં લઈ ગયા હતા. જો કે હાલ ચિરાગની સ્થિતિ નાજૂક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. આ અંગે સિવિલ હોસ્ટેલના આસિસ્ટન્ટ પ્રોફેસર રજનીશ પટેલે જણાવ્યું હતું કે, ચિરાગે કોઈ દબાણના કારણે ચિરાગે ઈન્જેક્શન લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. શાહીબાગ પોલીસને આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગે સઘન તપાસ શરૂ કરી દીધી છે.

રજનીશ પટેલ, સિવિલ હોસ્ટેલના આસિસ્ટન્ટ પ્રોફેસર
રજનીશ પટેલ, સિવિલ હોસ્ટેલના આસિસ્ટન્ટ પ્રોફેસર

ચિરાગ કિડની હોસ્પિટલમાં કામ કરે છે
ચિરાગે ક્યાં કારણસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે અંગે તપાસ ચાલી રહી છે. આ અંગે સિવિલ હોસ્ટેલના આસિસ્ટન્ટ પ્રોફેસર રજનીશ પટેલે જણાવ્યું હતું કે, ચિરાગે ઇન્જેક્શન લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય શકે છે. કોઈ દબાણના કારણે ચિરાગે આ પગલું ભર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું નથી. કોઈ અંગત કારણસર આ પગલું ભર્યું હોઈ શકે છે. આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.ડી.જાડેજાએ દિવ્યભાસ્કરને જણાવ્યું કે, અમને કોઈ ડોક્ટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતાં અમારી ટીમ તપાસ અર્થે પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચિરાગ કિડની હોસ્પિટલમાં કામ કરે છે.

ડોક્ટર કિડની હોસ્પિ. સાથે સંકળાયેલા નથી
કિડની હોસ્પિટલના જણાવ્યા મુજબ, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે ઇન્જેક્શન લઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક સમાચાર માધ્યમોમાં ડોક્ટર કિડની હોસ્પિટલમાં કામ કરતા હતા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ અમે જણાવા માગીએ છીએ કે ડૉક્ટરએ 31 જુલાઈના રોજ એનેસ્થેસિઓલોજીમાં રેસિડેન્સી પૂરું કરતા ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા. હાલમાં ડૉક્ટર કિડની હોસ્પિટલ સાથે સંકળાયેલ નથી.

પોલીસે મિત્રોની પૂછપરછ હાથ ધરી
ચિરાગ ચૌધરીએ કયાં કારણોસર ઈન્જેક્શન લઈને આપઘાતનો પ્રયાસ કર્યો તે કારણ જાણવા માટે શાહીબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતના પ્રયાસનું કોઈ ચોક્કસ કરાણ જાણવા મળ્યું નથી. બીજી બાજુ ચિરાગને લઈને તમામ બાબતોનું પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે અને આપઘાતના પ્રયાસનું કારણ જાણવા માટે ચક્રો ગતિમાન કર્યા છે તથા ચિરાગના મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...