તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોક્ટર્સનું આંદોલન:અમદાવાદમાં રેસિડન્સ તબીબોએ ડિનને સન્માન પત્ર પરત કર્યા,‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • બન્ને પક્ષે મધ્યસ્થી કરવા પણ પ્રયાસના એંધાણ

અમદાવાદ સહિત રાજ્યભરમાં રેસિડન્સ ડોકટરો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતરયા છે.ડોકટરની હડતાળના કારણે અનેક દર્દીઓને તકલીફ પડી રહી છે. ત્યારે આજે ડોકટર પોતાની સન્માન પત્ર પાછા આપવા PG ડિન પાસે પહોંચ્યા હતા.બીજી તરફ સરકાર પણ ડોકટરોની અમુક માંગ ગેરવ્યાજબી ગણાવી રહી છે પણ તે વ્યાજબી વાત કરવા તૈયાર હોવાના અણસાર આપી દીધા છે. આ સમગ્ર મામલો આવનારા એક બે દિવસમાં ઉકેલાય તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે.

બન્ને પક્ષે મધ્યસ્થી કરવા પણ પ્રયાસ
સિવિલ હોસ્પિટલમાં રેસિડન્સ ડૉક્ટરની હડતાળને કેટલાક સંગઠન સપોર્ટમાં આવી રહ્યા છે.રામ ધૂન અને પોતાની માંગ સાથે રાજ્યભરમાં ડોકટર હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.આ હડતાળને લઈને આજે કેટલાક ડોક્ટર પોતાના સન્માન પત્ર પરત કર્યા છે. અગામી દિવસોમાં જો આ હડતાળ પુરી નહીં થાય તો અનેક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ જ્યારે આજે સરકારે પણ જો ડોક્ટર વ્યાજબી વાત કરશે તો વાટાઘાટ કરવા માટે તૈયાર હોવાનો અણસાર આપી દીધો છે. જેના કારણે કેટલાક બન્ને પક્ષે મધ્યસ્થી કરવા પણ પ્રયાસ કરી રહ્યા છે.

બોન્ડના સહિતના મુદ્દે વિવાદ થયો
કોવીડ સમયમાં દર્દીનો ભારે ધસારો રહેવાથી આરોગ્ય કમિશનર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસના સમયગાળામાં વધારો કરાયો, એમડી, એમ.એસ અને ડિપ્લોમા ડોક્ટરની બેચના સમયગાળમાં 3 મહિનાનો વધારો કર્યો, તેમજ બોન્ડનો સમયગાળો 1.2 એટલે કે, 1 મહિનાની ડ્યૂટી 2 મહિનાનો બોન્ડ સર્વિસ તરીકે ગણાય તેવો પરિપત્ર કર્યો હતો. પરંતુ, હવે સરકાર તેમના વચનમાંથી ફરી ગઇ છે. કમિશનરને રજૂઆત કરવા જતાં હડધૂત કરીને કઢાતા જુનિયર ડોક્ટરોમાં રોષ છે. છેલ્લા 6 દિવસથી ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.

રાજકોટમાં મીણબત્તી સળગાવી વિરોધ
રાજકોટમાં મીણબત્તી સળગાવી વિરોધ
વડોદરામાં પણ જુનિયર ડોક્ટરોની હડતાળ
વડોદરામાં પણ જુનિયર ડોક્ટરોની હડતાળ

બોન્ડેડ તબીબોએ કરેલી માંગ

  • ઠરાવ ક્રમાંક એમસીજી/1021/459/જ તા. 12-4-2021 મુજબ બોન્ડનો સમયગાળો 1:2 ગણવામાં આવે.
  • બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન અપાય.
  • પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને અમારું શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોવાથી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક અપાય.
  • અન્ય રાજ્યોની મારફત SR વત્તા બોન્ડ યોજના લાગુ કરાય.

રેસિડેન્ટ તબીબોએ કરેલી માગ

  • અમોને પણ બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે
  • ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર્સ ન હોવાને લીધે તેમજ અમારૂ એકેડેમિક પર કોવિડમાં વેડફાયું હોવાથી અમોને અમારી શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક આપવામાં આવે.
  • અન્ય રાજ્યોની જેમ સિનિયર રેસિડેન્ટશીપ પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગુ કરવામાં આવે
  • ઉપરોક્ત માગણીઓ નહીં સંતોષાય તો અમે JDA તેમજ તમામ ગર્વમેન્ટ મેડિકલ કોલેજ ઉતિર્ણ વિદ્યાર્થીઓના સમર્થનમાં જોડાશે
અન્ય સમાચારો પણ છે...