તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:રાષ્ટ્રીય આચાર્ય મહામંડળના 22મા અધિવેશનમાં અમદાવાદની એચ.એ.કોલેજના પ્રિન્સિપાલે રીસર્ચ પેપર રજુ કર્યું

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ અધિવેશન વેબિનાર દ્વારા પુનાના MIT દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું - Divya Bhaskar
આ અધિવેશન વેબિનાર દ્વારા પુનાના MIT દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું
 • ગમે તેવી સોફીસ્ટીકેટેડ ટેકનોલોજી સંપૂર્ણ રીલાયેબલ હોતી નથીઃ પ્રિન્સિપાલ સંજય વકીલ

ભારત દેશના રાષ્ટ્રીય આચાર્ય મહામંડળનું 22મુ રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવ્યું હતું. આ અધિવેશન વેબિનાર દ્વારા પુનાના MIT દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં 300થી વધારે આચાર્યો જોડાયા હતાં. આ અધિવેશનનો વિષય “હાયર એજ્યુકેશન ઇન પોસ્ટ કોવીડ એરા” હતો. જેમાં રાષ્ટ્રીય આચાર્ય મહામંડળના સેક્રેટરી જનરલ તથા એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પોતાનું રીસર્ચ પેપર રજૂ કર્યું હતું.

શિક્ષણ ક્ષેત્રે ઘડમૂળથી ફેરફારો થયા
પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે પેન્ડેમીક સમયમાં સમગ્ર માનવ જીવન બદલાઈ ગયુ છે. વિશ્વના બધાજ ક્ષેત્રમાં કોર્પોરેટ જગત, ઇન્ડસ્ટ્રીઝ, મેડીકલ ક્ષેત્રે, ઇન્ટરનેશનલ પોલીસી તથા શિક્ષણ ક્ષેત્રે ઘડમૂળથી ફેરફારો થયા છે. શિક્ષણ ક્ષેત્રે ઓનલાઈન ટીચીંગ તથા લર્નીંગ શરૂ થયુ છે પરંતુ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટરનેટની સુવીધા તથા ગેજેટ્સ ઉપલબ્ધ છે? ભારત દેશમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ક્લાસરૂમ ટીચીંગ તથા લર્નીંગથી ટેવાયેલા છે. જેના ફાયદા અનેક છે. ગમે તેવી સોફીસ્ટીકેટેડ ટેકનોલોજી સંપૂર્ણ રીલાયેબલ હોતી નથી.

વેબીનારમાં 60 રીસર્ચ પેપર્સ રજૂ થયા હતા
ઓનલાઈન ટીચીંગ દરમ્યાન કેટલા વિદ્યાર્થીઓ પૂરા ધ્યાનથી ભણે છે? કેટલા વિદ્યાર્થીઓ સમજી શકે છે? ભણાવવાની ઝડપ યોગ્ય છે? કેટલા વિદ્યાર્થીઓને સમજણ નથી પડી? આ બધીજ બાબતોની ચર્ચા વિચારણાના અંતે છેવટે ક્લાસરૂમ ટીચીંગનો કોઈ વિકલ્પ ના હોઈ શકે તેવુ ફલીત થયુ છે. આ નેશનલ વેબીનારમાં 60 રીસર્ચ પેપર્સ રજૂ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો