તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોધયાત્રા:અમદાવાદ શહેરમાં ના થાય તેવા તાઉ-તે વાવાઝોડાના અસરગ્રસ્ત અમરેલીના 23 ગામોમાં સંશોધન થયા

અમદાવાદ23 દિવસ પહેલા
શોધયાત્રા દરમિયાન ગામડાં સંશોધન જાણ્યા
  • અમદાવાદની સૃષ્ટિ સંસ્થા દ્વારા અમરેલી જિલ્લાના 23 ગામોમાં ગાવકડાથી દુધાળા સુધી શોધયાત્રા પસાર થઈ
  • શોધયાત્રા 7 દિવસમાં 92 કિમી પગપાળા ચાલીને 23 ગામોમાં સર્જનાત્મક પ્રવૃતિઓ યોજી

અમદાવાદ સ્થિત સૃષ્ટિ નામની સંસ્થા વરસમાં 2 વાર પદયાત્રાનું આયોજન કરે છે. જે શોધયાત્રા નામથી પ્રચલિત છે. આ શોધયાત્રા એ ચાલતા ચાલતા શીખવાની એક યાત્રા છે. જેમાં યાત્રીઓ સ્થાનિક ગ્રામજનો,પ્રકૃતિ અને સાથી શોધયાત્રીઓ પાસેથી અરસપરસ શીખતા હોય છે. સંસ્થાનું મુખ્ય કામ લોકોએ પોતાની રોજિંદી સમસ્યાઓમાં આપમેળે ઉકેલ શોધ્યો હોય તેઓને શોધીને સન્માનિત કરવા. તેઓની શોધમાં સંવર્ધન કરી બૌધિક પ્રતિભાના અધિકારોનું રક્ષણ કરવાની સાથે તેનો પ્રસાર કરવાનું છે.

ગયા મહિને શોધયાત્રા થઈ હતી
સૃષ્ટિ સંસ્થા દ્વારા 5થી 11 ઓગસ્ટ સુધીમાં શોધયાત્રા શરૂ કરવામાં આવી હતી. જે ગાવકડાથી દુધાળા અમરેલી જિલ્લામાં થઇ હતી. આ યાત્રા 23 ગામોમાંથી પસાર થઇ હતી. જેમાં કોરોનાને કારણે આ વર્ષે દેશ-વિદેશના યાત્રીઓ નહોતા જોડાયા. માત્ર ગુજરાતના જ યાત્રીઓ જોડાયા હતા. 7 દિવસમાં 92 કિમી પગપાળા ચાલીને 23 ગામોમાં સર્જનાત્મક પ્રવૃતિઓ યોજી હતી. ઉપરાંત અલગ-અલગ ગામના લોકોએ કરેલા 20થી વધુ સંશોધન પણ જાણ્યા હતા.

સૃષ્ટિ સંસ્થાની પદયાત્રા 7 દિવસ ચાલી હતી
સૃષ્ટિ સંસ્થાની પદયાત્રા 7 દિવસ ચાલી હતી

ખેતી સહિતના વિવિધ પ્રોજેક્ટ તૈયાર કર્યા
ખેતી કરવાના અનેક વિવિધ મોડેલ, ઓક્સિજન કંટ્રોલરની વાલ્વની વિશિષ્ટ રચના, હાર્ડ સીલીકાથી બ્લોકેજ પાઈપો સાફ કરવા માટે બ્લોકેજ રિમૂવલ ડિવાઈસની રચના, પથરાળ ભૂમિમાં ઓક્સિજન પાર્ક, હાઈડ્રોલિક અને ગુરૂત્વાકર્ષણ બળના સિદ્ધાંતને આધારે વીજળી જનરેટ કરવા સંશોધન, કઠપૂતળી દ્વારા ગણિત-વિજ્ઞાન જેવા વિષયો ભણાવવા, સંસ્કૃત શીખવાડવા એન્ડ્રોઈડ એપ્લિકેશન, 275થી વધુ મોડેલના રેડિયોનું મ્યુઝિયમ, બેટરીથી ચાલતું 10 હોર્સ પાવરનું ટ્રેક્ટર, 60 પ્રકારની ઇલેક્ટ્રિક સાયકલ, મિની ટ્રેક્ટર સહિત અનેક વસ્તુઓ જોવા મળી હતી.

શોધયાત્રા દરમિયાન ખાસ સાયકલ પણ ધ્યાને આવી
શોધયાત્રા દરમિયાન ખાસ સાયકલ પણ ધ્યાને આવી

ગામડાનું જીવન જાણવા ગ્રામ્ય વિસ્તારની પસંદગી
આ અંગે સૃષ્ટિ સંસ્થાના નેશનલ કોર્ડિનેટર ચેતન પટેલે જણાવ્યું હતું કે, અમે શરૂઆત અમરેલીના આસપાસના ગામથી કરી હતી અને તાઉ-તે વાવાઝોડાને કારણે અમરેલીના આસપાસના ગામોમાં અસર વધુ થઇ હતી, જેથી સુવિધા ના હોવા છતાં રોજિંદું જીવન કઈ રીતે લોકો જીવે છે તે જાણવા અમે આ ગામડાઓ પસંદ કર્યા હતા. ગામડામાંથી અનેક એવા સંશોધન જોવા મળ્યાં છે, જે શહેરમાં પણ થતા નથી.

તાઉ-તે વાવાઝોડા પ્રભાવિત ગામડાંમાં શોધયાત્રા થઈ
તાઉ-તે વાવાઝોડા પ્રભાવિત ગામડાંમાં શોધયાત્રા થઈ
અન્ય સમાચારો પણ છે...