ફાયર ઓફિસર ઓમ જાડેજા આ અંગે વાત કરતા જણાવે છે કે, ‘મણિનગરની મણિયાસા સાગર સોસાયટી પાસે ખુલ્લી 40 ફૂટ ઊંડી ટાંકીમાં 50 વર્ષીય રાજુભાઈ ચૌધરી બપોરે 2.15 વાગ્યે પડી ગયા હતા. અમને ઉપરાછાપરી 5 કોલ મળ્યા હતા. તાત્કાલિક દોડી જઈ સૌપ્રથમ વેન્ટિલેશનની વ્યવસ્થા કરી હતી, જેથી તેમને ગભરામણ ન થાય. રાજુભાઈ ગભરાઈ ન જાય એટલા માટે બે જવાનોને અંદર ઊતારી વાતોમાં એંગેજ રખાયા હતા. તેમને પગે અને થાપાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી ફ્લેક્સિબલ સ્ટ્રેચર એટલે કે હારનેસ બાંધી રસ્સા વડે બહાર ખેંચ્યા હતા. અંદાજે 40 મિનિટના રેસ્ક્યુ પછી રાજુભાઈને સલામત બહાર કાઢી એલજી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પાણી વિનાની આ ટાંકી ખાનગી છે કે મ્યુનિ.ની તે અંગે તપાસ ચાલી રહી છે.’
અમદાવાદના મણિનગર વિસ્તારમાં દક્ષિણી અંડરપાસ પાસે વરસાદી પાણીના કુવામાં આધેડ પડી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં તેઓએ આધેડને દોરીથી બાંધીને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત આધેડને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રસ્તે જતા આધેડ કૂવામાં પડ્યા
અમદાવાદ ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે મણીનગર દક્ષીણી પાસે આવેલા વરસાદી પાણીના કૂવામાં આજે બપોરે 50 વર્ષના રાજુભાઈ નામના મણીનગરના રહેવાસી ત્યાંથી પસાર થતા હતા, ત્યારે કૂવામાં પડ્યા હતા. એવામાં આસપાસના લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચી ત્રીસ ફુટના કુવામાંથી તેમને બહાર કાઢ્યા હતા.
ઈજાગ્રસ્ત આધેડને હોસ્પિટલ ખસેડાયા
ત્રીસ ફૂટ ઊંડા કૂવામાં પડી જતા રાજુભાઈને પગમાં ગંભીર હાલતમાં ઈજા પહોંચી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા કૂવામાં દોરી નાખીને તેમને બાંધીને ઉપર લાવવામાં આવ્યા હતા. આ બાદ લોહીલુહાણ હાલતમાં રાજુભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.