કાર્યવાહી:કોરોનામાં પગલાં ન લેવાની સૂચના છતાં રેરાએ કાર્યવાહી કરતાં હાઈકોર્ટમાં અરજી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળ દરમિયાન રેરા ઓથોરિટીને બિલ્ડર્સ સામે નક્કી કરેલા સમય સુધી પગલા નહિ લેવાના સરકારી પરિપત્ર હોવા છતા રેરાએ ન્યાયિક કાર્યવાહી કરતા હાઇકોર્ટમાં સમકિત ઇન્ફ્રાકોને અરજી કરી છે. સમકિત ઇન્ફ્રાકોન નામની પાર્ટનરશિપ ફર્મે હાઇકોર્ટમાં રેરા સામે હાઇકોર્ટમાં અરજી કરી છે.

તેમના વતી એડવોકેટ વિશાલ દવેએ એવી દલીલ કરી હતી કે, સમકિત ઇન્ફ્રાકોન પાસેથી ઓગસ્ટ-2019માં જાનકી પારિતોષ પટેલ નામની મહિલાએ 1 કરોડ 51 લાખ 80 હજારમાં દુકાન ખરીદી હતી, પરંતુ શરૂઆતમાં માત્ર 1 લાખ આપીને લોન લેવા માટે કરારને રજિસ્ટર કરવા બિલ્ડર પાસે માગણી કરાઇ હતી, પરંતુ બિલ્ડરે બાકીની રકમ જમા કર્યા બાદ કરાર કરવાનું કહેતા મહિલાએ રેરા સામે બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

કોરોનાના સમયગાળા દરમિયાન રેરા ઓથોરિટીએ 13-05-2021ના રોજ પરિપત્રથી 31-05-2021 સુધી ન્યાયિક કાર્યવાહી સ્થગિત કરી હતી, તેમ છતાં વચ્ચેના સમયગાળા દરમ્યાન રેરાએ બિલ્ડરને રજૂઆતની તક આપ્યા વગર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...