શાળા સંચાલક મંડળનો પત્ર:ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જી શાલા એપ દ્વારા મળતું કન્ટેન્ટ મરજિયાત કરવા માંગણી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
જી-શાલા એપ દ્વારા કન્ટેન્ટ - Divya Bhaskar
જી-શાલા એપ દ્વારા કન્ટેન્ટ
  • DEO દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ 4 સ્લેબમાં નાણા ચૂકવવા સૂચના
  • જે વિદ્યાર્થીઓને એપ ખરીદવી હોય તેમને આપવામાં આવે અને ન પોષાય તેમની મુક્તિની માગ

રાજ્યના વિદ્યાર્થીઓને સસ્તું શિક્ષણ મળી રહે તે માટે જી-શાલા એપ દ્વારા કન્ટેન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે તે માટે સ્કૂલ પાસેથી ફી પણ લેવામાં આવતી હતી. પરંતુ કેટલીક સ્કૂલોમાં કેટલાક બાળકો તે લેતા નહોતા, જેથી શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને ફરજિયાત 4 સ્લેબમાં નાણાં ભરવા દબાણ કરવામાં આવે છે, જેથી તે ફરજિયાતમાંથી મરજિયાત કરવા માંગણી કરવામાં આવી છે.

શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવને પત્ર પાઠવ્યો
રાજ્ય શાળા સંચાલક મંડળે પત્ર લખીને શિક્ષણ સચિવને જણાવ્યું છે કે, ગુજરાતી માધ્યમની તમામ ખાનગી સ્કૂલોને જી-શાલા એપ મારફતે કન્ટેન્ટ પુરૂ પાડવાનું રહેશે. છતાં આડકતરી રીતે આ એપ ફરજિયાત ખાનગી સ્કૂલો માટે કરી હોય તેવું લાગી રહ્યું છે.

સ્કૂલ સંચાલક મંડળનો આક્ષેપ
વિવિધ સ્કૂલો જ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ટેલિફોનિક દબાણ કરીને વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ 4 સ્લેબમાં નાણા ચૂકવવા સૂચના આપવામાં આવે છે. જેથી જે વિદ્યાર્થીના વાલી ખરીદવા ઇચ્છતા હોય તે વિદ્યાર્થીને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આપવામાં આવે તથા જે વાલીને પોષાતું નથી તેમને મુક્તિ આપવામાં આવે. શહેરમાં 85 ટકા વિદ્યાર્થી પાસે મોબાઈલ છે, જ્યારે ગામડામાં 35 ટકા પાસે જ મોબાઈલ છે માટે તે વાલીની મરજી મુજબ આપવું જોઈએ..

અન્ય સમાચારો પણ છે...