રાષ્ટ્રીય પર્વની ઉજવણી:પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી ગીરસોમનાથમાં કરાશે, કોરોનાના પગલે 25 મિનિટમાં ધ્વજવંદન પૂર્ણ થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગીરસોમનાથના વેરાવળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે
  • પ્રજાસત્તાકદિને સાંસ્કૃતિક સહિત યોજાતા કાર્યક્રમો રદ કરાયા

રાજ્યમાં કોરોનાના કેસમાં સુનામી આવી છે. ગઈકાલે 17 હજારથી વધારે કેસ આવ્યા હતા. ત્યારે રાજ્યમાં આગામી પ્રજાસત્તાક દિવસને લઈને ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્યકક્ષાની ઉજવણી ગીરસોમનાથના વેરાવળમાં કરાશે. કોરોનાના પ્રવર્તમાન સ્થિતિને પગલે ધ્વજવંદન સહિતના કાર્યક્રમ માત્ર 25 મિનિટમાં પૂર્ણ કરાશે. મોરબી જિલ્લામાં વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય ધ્વજવંદન કરશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો રદ
ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી ગી૨ સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે થના૨ છે. પરંતુ કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સ૨કારે સત્તાવા૨ ધ્વજવંદન સહિતના આયોજનો ફક્ત 25 મિનિટના કરી નાંખ્યા છે. પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ એટ હોમ તથા પ્રજાસત્તાકદિને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. તે તમામ ૨દ ર્ક્યા છે અને અત્યંત મર્યાદિત હાજરીમાં વચ્ચે ધ્વજવંદન થશે.

રાજ્યમાં કયા જિલ્લાના ધ્વજવંદન કાર્યક્રમમાં કોણ ઉપસ્થિત રહેશે

અન્ય સમાચારો પણ છે...