ઉગ્ર રજૂઆત:​​​​​​​નવા શિક્ષણમંત્રીએ કહ્યું, 25 ટકા ફી માફી અમલમાં જ છે, વાલી મંડળે કહ્યું-જો ખરેખર ફી માફી કરવી જ હોય તો પરિપત્ર જાહેર કરો

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ફાઈલ તસવીર
  • સ્કૂલ, વાલી, શિક્ષણનું હિત હોય તે રીતે નિર્ણય લઈશું, FRCમાં 25 ટકા ફી માફી હાલ અસ્તિત્વમાં છે: વાઘાણી
  • 25 ટકા ફી માફીનો પરીપત્ર ના હોવાથી સ્કૂલો દ્વારા 100 ટકા ફી લેવામાં આવી રહી છે: વાલી મંડળ

પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલમાં 25 ટકા ફી માફી ગત વર્ષની જેમ યથાવત જ રહેશે જાહેરાત કરી હતી. બીજી તરફ નવા શિક્ષણમંત્રીએ જીતુ વાઘાણીએ પણ 25 ટકા ફી માફીની જાહેરાત અમલમાં જ છે તેમ જણાવ્યું છે પરંતુ કોઈ કારણસર હજુ સુધી ફી માફીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. 25 ટકા ફી માફીનો પરીપત્ર ના હોવાથી સ્કૂલો દ્વારા 100 ટકા ફી લેવામાં આવી રહી છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, 25 ટકા ફી માફીનો પરિપત્ર હશે તો જ સ્કૂલો ફી માફી કરશે તો નહિ તો સ્કૂલ ફી માફી નહિ જ કરે. નવા શિક્ષણમંત્રી પણ 25 ટકા ફી માફીની વાત કરે છે તો પરિપત્ર જાહેર કરવો જોઈએ.

શિક્ષણમંત્રીએ ફી માફીનો પરિપત્ર જાહેર કરવો જોઈએ: વાલી મંડળ
નરેશ શાહે જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રી ભલે 25 ટકા ફી માફીની વાત કરતા પરંતુ જૂના શિક્ષણમંત્રી એ જાહેરાત કરી હતી પરંતુ કોઈ પરિપત્ર જાહેર કર્યો ન હતો અને નવા શિક્ષણમંત્રી પણ 25 ટકા ફી માફીની વાત કરે છે તો પરિપત્ર જાહેર કરવો જોઈએ. 25 ટકા ફી માફીનો પરિપત્ર હશે તો જ સ્કૂલો ફી માફી કરશે તો નહિ તો સ્કૂલ ફી માફી નહિ જ કરે. પરિપત્ર હોય તો શિક્ષણ વિભાગના અધિકારીઓ દરેક સ્કૂલને 25 ટકા ફી માફીની પાલન કરવી શકશે. જેથી ફી માફી ખરેખર કરવી જ હોય તો શિક્ષણ વિભાગ પરિપત્ર જાહેર કરે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ફાઈલ તસવીર
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ફાઈલ તસવીર

FRCમાં 25 ટકા ફી માફી એ હાલ અસ્તિત્વમાં છેઃ વાઘાણી
ફી માફી અંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું કે, FRCની જે મીટિંગ છે એ આખી વાત હું સમજુ છું અને પૂનઃએકવાર સમજવાનો છું. FRCના નીતિ નિયમોનું પાલન કરવું એ તમામ સ્કૂલની જવાબદારી છે. હાઈકોર્ટની સૂચના પ્રમાણે FRCના ધોરણો છે તે સ્વીકારવા પડે. FRC હાઈકોર્ટના આધારથી નક્કી થયેલી છે. સ્કૂલ, વાલી અને શિક્ષણનું હિત હોય તે રીતે નિર્ણય લઈશું. FRCમાં 25 ટકા ફી માફી એ હાલ અસ્તિત્વમાં છે. એ પ્રમાણે કોઈ ન ચાલે તો કડક પગલા લઈશું. ફીના ધારા ધોરણો હાઈકોર્ટના આદેશ મુજબ નક્કી થઈ ગયા છે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

બે અલગ-અલગ શહેરોમાં નીતિ અલગ
એક જ રાજ્ય હોવા છતાં 2 શહેરોની નીતિ પણ અલગ અલગ રાખવામાં આવી છે. જામનગર DEOએ ફી વધુ ના લેવાનો પરીપત્ર જાહેર કર્યો હતો. જેમાં FRCમાં મુકેલ દરખાસ્ત પ્રમાણેની ફી ના લેવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદમાં સ્કૂલોએ FRCની દરખાસ્તમાં મુકેલ ફી મુજબ વધારાની ફી લઇ શકવા જણાવ્યું હતું, FRCમાં ફી વધારાની મંજુરી આપવામાં ના આવે તો વધુ લેવાયેલ ફી પરત કરવામાં આવશે.

સ્કૂલોએ 100 ટકા ફી ઉઘરાવી
શિક્ષણ વિભાગના નિર્ણય અને નીતિને કારણે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાને કારણે વાલીઓની પણ આર્થિક પરિસ્થિતિને અસર પડી છે જેના કારણે 25 ટકા ફી માફી ગત વર્ષમાં આપવામાં આવી હતી, આ વર્ષે પણ માફી યથાવત રખાવની માત્ર જાહેરાત જ કરવામાં આવી છે જેને સ્કૂલો ગણકારતા નથી અને પરિપત્ર ના હોવાને કારણે સ્કૂલો પૂરી ફી ઉઘરાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...