તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવરંજની હિટ એન્ડ રન:હોમગાર્ડ જવાન સામે પગલાં લેવા હોમગાર્ડ DGને રિપોર્ટ; ફરજ પર ન હોવા છતાં યુનિફોર્મમાં પર્વની કારનો પીછો કર્યો હતો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી પર્વ શાહની તસવીર - Divya Bhaskar
આરોપી પર્વ શાહની તસવીર
  • અકસ્માતની જાણ હોવા છતાં પોલીસ કે પોઇન્ટ પર કોઈને ન કહ્યું

શિવરંજની હિટ એન્ડ રન કેસના આરોપી પર્વ શાહની કારનો ખાનગી કારમાં પીછો કરનાર હોમગાર્ડના જવાન પરબત ઠાકોર સામે પગલાં લેવા ટ્રાફિક પોલીસે હોમગાર્ડના ડીજીપીને રિપોર્ટ કર્યો છે. હિટ એન્ડ રનની ઘટના બની તે રાતે પરબત ફરજ પર ન હતો છતાં યુનિફોર્મમાં નાકાબંધી પોઇન્ટ પર હતો. તેણે થલતેજ ગુરુદ્વારાથી ખાનગી કારમાં પર્વનો પીછો કર્યો હતો. આ અંગે તેણે હાજર પોલીસકર્મી કે હોમગાર્ડ જવાનને પણ જાણ કરી ન હતી. ટ્રાફિક પોલીસે હોમગાર્ડના ડીજીપીને પરબત ઠાકોર સામે પગલાં લેવા રિપોર્ટ કર્યો હોવાનું એસીપી બી. બી. ભગોરાએ જણાવ્યું હતું.

પોલીસે પર્વની કારની બાજુમાંથી પસાર થતી કારના ચાલક ધીર પટેલની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે, તે થલતેજ ગુરુદ્વારા પાસેથી પસાર થતો હતો, ત્યારે ત્યાંના ખાખીધારી જમાદારે કાર રોકી, બાજુમાં બેસી જઈ પર્વની કારનો પીછો કરવા કહ્યું હતું. આથી તેણે કાર પર્વની પાછળ ભગાવી હતી. શિવરંજની ક્રોસ કર્યા બાદ પર્વની કારથી અકસ્માત થતા ધીર કાર પાછી વાળી પરબતને ગુરુદ્વારા પાસે પાછો મૂકી ગયો હતો.

રિપોર્ટમાં પરબતની આ બેદરકારી વિશે જણાવાયું

  • પરબત તે રાતે ફરજ પર ન હતો, છતાં તેણે યુનિફોર્મ પહેર્યો હતો.
  • પરબત તે રાતે ફરજ પર ન હોવા છતાં નાકાબંધી પોઈન્ટ પર હાજર હતો અને તેણે ખાનગી કારમાં પર્વની કારનો પીછો કર્યો હતો.
  • પરબતની નોકરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હતી તેમ છતાં તે ખાનગી કારમાં પર્વની કારનો પીછો કરીને સેટેલાઈટ પોલીસ સ્ટેશનની હદમાં ઘૂસ્યો હતો.
  • અકસ્માતની જાણ હોવા છતાં પણ પોલીસને આ અંગે જાણ ન કરી.
  • અકસ્માત થયો ત્યાર બાદ ધીરની કારમાં બેસીને પરબત થલતેજ સુધી પાછો આવ્યો હતો છતાં ત્યાં હાજર પોલીસકર્મીઓને આ વિશે તેણે જાણ કરી ન હતી.
અન્ય સમાચારો પણ છે...