તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાયમાં વિલંબ:અમદાવાદ જિલ્લામાં કસ્ટોડિયલ ડેથના 45 કેસોમાં 10 વર્ષથી રિપોર્ટ પેન્ડિંગ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ સિવાયના 22 કેસોની તપાસ સબંધિત જ્યુડિક્શનમાં થાય તો ઇન્ક્વાયરી બાબતની કામગીરી વિલંબ નિવારી શકાય એમ છે. - Divya Bhaskar
અમદાવાદ સિવાયના 22 કેસોની તપાસ સબંધિત જ્યુડિક્શનમાં થાય તો ઇન્ક્વાયરી બાબતની કામગીરી વિલંબ નિવારી શકાય એમ છે.

અમદાવાદ જિલ્લામાં કસ્ટોડિયલ ડેથના કેસનો ભરાવો હોવાથી સમયસર નિકાલ થતો નથી. ડેથ અંગેના અહેવાલ 2010થી પેન્ડિંગ છે. અંદાજે 45 કેસ વર્ષ 2010થી પેન્ડિંગ છે, જેમાં અમદાવાદ જિલ્લાના 23 અને અન્ય જિલ્લાના 22 કેસ પેન્ડિંગ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં રાજ્ય માનવ આયોગ, ગાંધીનગર સમક્ષ ઉપસ્થિત અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને સુનાવણી દરમિયાન પેન્ડિંગ કેસોના ઝડપથી નિકાલ કરવા તાકીદ કરાઈ હતી. ડેથ અંગેની ઇન્કાવાયરી સબંધિત 70 ટકા કામગીરી કોર્ટમાં ચાલે છે, જેના પર જિલ્લા મેજિસ્ટ્રેટનું સીધું નિયંત્રણ નથી, જેના લીધે કેસ અંગે સીધી સમીક્ષા કરી શકાતી નથી. ફકત સ્મૃતિપત્ર મેળવી માહિતી મેળવાય છે. અમદાવાદ સિવાયના 22 કેસોની તપાસ સબંધિત જ્યુડિક્શનમાં થાય તો ઇન્ક્વાયરી બાબતની કામગીરી વિલંબ નિવારી શકાય એમ છે.

ગૃહવિભાગ સમક્ષ રજૂઆત કરાઈ છે
અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષદ વોરાના જણાવ્યા અનુસાર કસ્ટોડિયલ ડેથના કેસનો ઝડપી નિકાલ થાય માટે ગૃહવિભાગને રજૂઆત કરી છે. ઘટના બની હોય તે જિલ્લામાં કેસની તપાસ થાય તો ઝડપી નિકાલ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો