તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાયની માંગ:અમદાવાદમાં રિપીટર્સ વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે બેનર અને સ્લોગન સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે
  • વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ જણાવતાં કહ્યુ, અમને પણ માસ પ્રમોશન આપો અથવા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.
  • સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરે છે તો રિપીટર્સ માટે પણ નિર્ણય લેવો જોઈએ.

રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતાં ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સરકારે નિર્ણય નહીં લેતા વિરોધના સુર વહેતા થયાં છે. રાજ્યનાં 4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ પણ કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ હાથમાં બેનર અને સ્લોગનો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓ વિશે કહ્યું હતું કે, અમને પણ માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.

25 જેટલા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં
આજે 25થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને બેનરો તથા સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો અમને પણ આપો. જો રેગ્યુલર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાઈ શકે તો અમારા હિતમાં કેમ નહીં. શું અમને કોરોના નહીં થાય? અમને માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.અમે પણ વિદ્યાર્થી જ છે.હાલની પરિસ્થિતિમાં ઑફલાઈન પરીક્ષા ના યોજવી જોઈએ. અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યાં.આમરી ઓનલાઇન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ. સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરે છે તો રિપીટર્સ માટે પણ નિર્ણય લેવો જોઈએ.

25 વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ પહોંચીને ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો
25 વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ પહોંચીને ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો

માસ પ્રમોશન ન આપતો અન્ય વિકલ્પ આપવા માંગ
રિપીટર્સને માસ પ્રમોશન ન આપવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે. આ સ્થિતિમાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવતું હોય તો રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ સરકારે વિચારણા કરવી જોઈએ. રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ, ખાનગી શિક્ષકો અને વાલીઓ દ્વારા કરવામાં આવી છે.વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં ન આપવામાં આવે અન્ય વિકલ્પ આપવો જોઈએ.

બધી જગ્યાઓ ભરાઈ જશે, બીજું વર્ષ બગડશેઃ વાલી
સુનિતા સિસોદીયા નામના વાલીએ જણાવ્યું હતું કે મારી દીકરી ધોરણ 10ની રીપીટર વિદ્યાર્થિની છે. આ વર્ષે કોરોનાને કારણે સારી રીતે તૈયારી ના કરી શકી પરંતુ પરીક્ષા આપવા તૈયાર થઇ હતી. સરકાર દ્વારા જ્યારે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું તો રિપીટરને પણ આપવું જોઈએ જેથી એડમિશન પ્રક્રિયા શરુ થતા અમારા બાળકનું પણ એડમિશન થઇ શકે નહિં, તો બધી જગ્યાઓ ભરાઈ જશે અને રિપીટરનું પરિણામ પણ મોડું આવશે તેથી બીજું વર્ષ પણ બગડશે.

સરકારે વર્ષ ના બગડે તે અંગે વિચારી નિર્ણય કરવો જોઈએ
સરકારે વર્ષ ના બગડે તે અંગે વિચારી નિર્ણય કરવો જોઈએ

સરકારે વર્ષ ના બગડે તે અંગે વિચારી નિર્ણય કરવો જોઈએ
સતિશ પ્રજાપતિ નામના ખાનગી શિક્ષકે જણાવ્યું હતું કે જે પ્રમાણે ધોરણ 10 અને 12ની રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ થઇ છે તે જ પ્રમાણે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવું જોઈએ. હાલની પરિસ્થિતિમાં રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા ના યોજાઈ શકે તો રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શા માટે યોજવી જોઈએ. વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે તે અંગે વિચારીને સરકારે નિર્ણય કરવો જોઈએ.

4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની માંગ
બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાશે. શિક્ષણમંત્રીએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે હજી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. જે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન આધારે લેવાશે.

પરીક્ષાઓ રદ કરીને માસ પ્રમોશન આપવા યુથ કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું
પરીક્ષાઓ રદ કરીને માસ પ્રમોશન આપવા યુથ કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું

યુથ કોંગ્રેસે રાજ્યપાલને આવેદન પત્ર આપ્યું
ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રીપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય ના લેવાતાં વિવાદ વધ્યો છે. યુથ કોંગ્રેસ દ્વારા પણ ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં યોજવા માટે રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. રિપીટર વિદ્યાર્થીઓ પાસે કોરોના પ્રૂફ કવચ કુંડળ છે અને ભવિષ્યમાં શિક્ષણની નવી નીતિ પ્રમાણે ધોરણ 10નું બોર્ડ નીકળી જાય છે માટે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...