ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યત પ્રાપ્ત રાજયની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઉ.મા.પ્ર.પરીક્ષા (ધોરણ – 12) વિજ્ઞાન પ્રવાહના રીપીટર/પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા 15 જુલાઇથી શરૂ થનાર છે. આ પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલટીકીટ) તા. 5 જુલાઇથી બોર્ડની વેબસાઈટ sci.gsebht.in અથવા gsebht.in અથવા gsebht.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી દ્વારા લોગઈન કરી ડાઉનલોડ કરી શકાશે.
પ્રવેશપત્રની પ્રિન્ટ કાઢીને જુલાઇ -2021ના પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો / માધ્યમની ખરાઇ કરીને તેમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, તેની સહી, વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી-સિક્કા (અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે) તૈયાર કરીને દરેક પરીક્ષાર્થીને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની સૂચનાપ્રતની પ્રિન્ટ પણ ફરજિયાત આપવાની રહેશે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીનો જરૂરી આધાર સાથે સંપર્ક કરવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.