વિરોધ પ્રદર્શન:અમદાવાદમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ સાથે DEO કચેરીએ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા

અમદાવાદ5 મહિનો પહેલા
માસ પ્રમોશન માટે રિપીટર વિદ્યાર્થીઓની માંગ
  • મહામારીના સમયમાં પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવા માટે વિદ્યાર્થીઓએ DEOને આવેદનપત્ર પાઠવ્યું

ગુજરાતમાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે રિપીટરોને માસ પ્રમોશન આપવાનો વિવાદ વધવા માંડ્યો છે. થોડા દિવસ અગાઉ રિપીટર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે DEO કચેરી ખાતે બેનરો સાથે પરીક્ષા રદ કરવા માટે સુત્રોચ્ચાર કર્યાં હતાં. તેમણે DEOને આવદેનપત્ર પણ આપ્યું હતું. જેમાં માસ પ્રમોશનની માંગ કરી હતી.

વિદ્યાર્થીઓએ DEOને આવેદનપત્ર આપ્યું
વિદ્યાર્થીઓએ DEOને આવેદનપત્ર આપ્યું

25 જેટલા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં
આજે 25થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને બેનરો તથા સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો અમને પણ આપો. જો રેગ્યુલર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાઈ શકે તો અમારા હિતમાં કેમ નહીં. શું અમને કોરોના નહીં થાય? અમને માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.અમે પણ વિદ્યાર્થી જ છે.હાલની પરિસ્થિતિમાં ઑફલાઈન પરીક્ષા ના યોજવી જોઈએ. અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યાં.આમરી ઓનલાઇન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ. સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરે છે તો રિપીટર્સ માટે પણ નિર્ણય લેવો જોઈએ.

અગાઉ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું
અગાઉ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું

4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓની માંગ
બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાશે. શિક્ષણમંત્રીએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે હજી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. જે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન આધારે લેવાશે.

યુથ કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું
યુથ કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું

યુથ કોંગ્રેસે રાજ્યપાલને આવેદન પત્ર આપ્યું
ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રીપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય ના લેવાતાં વિવાદ વધ્યો છે. યુથ કોંગ્રેસ દ્વારા પણ ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં યોજવા માટે રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. રિપીટર વિદ્યાર્થીઓ પાસે કોરોના પ્રૂફ કવચ કુંડળ છે અને ભવિષ્યમાં શિક્ષણની નવી નીતિ પ્રમાણે ધોરણ 10નું બોર્ડ નીકળી જાય છે માટે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...