ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પરંતુ હજુ રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખ અને કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યાં છે. પરીક્ષા યોજાશે કે નહીં એને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂંઝવણ છે. કેટલાક રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. હાલ રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિણામ અને પ્રવેશ પ્રકિયા પર નિર્ણય યોજવામાં આવશે, એ બાદ રિપીટર વિદ્યાર્થીઓના માસ પ્રમોશન અંગે નિર્ણય લેવામાં આવશે.
ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાયો નથી
ધોરણ 10માં 12.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 5.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થી છે, જેમાંથી ધોરણ 10માં રેગ્યુલર 8.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જ્યારે ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ સરકાર ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપેલા વિદ્યાર્થીઓને કઈ રીતે પરિણામ આપવું તથા કઈ રીતે આગળ પ્રવેશ આપવો એને લઈને મૂંઝવણમાં છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં તો આવ્યું છે, પરંતુ આગળ કઈ રીતે લઈ જવા એ અંગે હજુ નિર્ણય કર્યો નથી. ત્યારે પરિણામ અને પ્રવેશ અંગે વ્યવસ્થા અને નિર્ણય કરવામાં આવશે, એ બાદ જ રિપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરવામાં આવશે.
કેટલાક ડીગ્રી-ડિપ્લોમા તો અન્ય સ્કૂલમાં એડમિશન લેશે
શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વિચારણા તો છે, પરંતુ અત્યારે રેગ્યુલર વિદ્યાર્થીઓ જ દર વર્ષ કરતાં વધુ સંખ્યામાં પાસ કરવામાં થશે, એટલે સ્કૂલોમાં 6 લાખ વિદ્યાર્થીની સામે અત્યારે 8.50 વિદ્યાર્થીને ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ડીગ્રી ડિપ્લોમા એડમિશન મેળવશે, પરંતુ અન્ય વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલમાં એડમિશન લેશે. ત્યારે સ્કૂલમાં પૂરતી વ્યવસ્થા કરવામાં પ્રયત્ન ચાલી રહ્યા છે, જેથી કોઈ વિદ્યાર્થી એડમિશન વિના રહી ન જાય. રેગ્યુલર વિદ્યાર્થીઓના નિર્ણય બાદ સરકાર રિપીર વિદ્યાર્થીઓ માટે નિર્ણય લઈ શકશે.
સરકાર પાસે આગળ પ્રવેશ આપવા પૂરતી વ્યવસ્થા નથી
હાલ અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠન રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. પરંતુ હાલ સરકાર પાસે આગળ પ્રવેશ આપવા માટે પૂરતી વ્યવસ્થા નથી, જેથી તબક્કાવાર વ્યવસ્થા કરીને રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે એ બાદ રિપોર્ટ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરીને નિર્ણય કરવામાં આવશે, જેથી રિપીટર વિદ્યાર્થીઓને હજુ રાહ જોવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.