માલધારી સમાજનો વિરોધ:રસ્તે રખડતાં ઢોર પકડવાનો કાયદો રદ કરો, વૈકલ્પિક વ્યવસ્થા આપો, અમદાવાદમાં રેલી કરીને માંગ કરી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં રસ્તે રખડતાં ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવાયા બાદ તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માલધારી સમાજ દ્વારા રખડતા ઢોરને પકડવાને લઈ વિરોધ કરવામાં આવ્યો છે. આજે માલધારી સમાજ દ્વારા અમદાવાદમાં બાપુનગરથી લાલદરવાજા સુધી માલધારી વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો જોડાયા છે. તેમની માંગ છે કે ઢોર અંકુશ નિયંત્રણ કાયદો રદ કરવામાં આવે. શહેરીકરણ બંધ કરી અને માલધારીઓને અલગ વસાહત બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. માલધારીઓ રોડ પર પશુ છુટા મૂકે છે એવા પ્રચાર બંધ કરવામાં આવે. શહેરમાં રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર કરીને માલધારીઓએ વિરોધ નોંધાયો હતો.

માલધારી સમાજની માંગણીઓ

 • શહેરી વિસ્તારોમાં ગામડા ભેળવવાનું બંધ કરો
 • માલધારી વસાહતો બનાવી વૈકલ્પિક વ્યવસ્થા આપો
 • નિર્દોષ રાહદારીઓને અકસ્માતથી માલધારી સમાજ દુઃખી,
 • સત્તાધીશો સુખદ નિવારણ લાવવામાં નિષ્ફળ
 • વાડાઓમાંથી પશુઓ ઝુટવી જવાનું સત્તાધીશો બંધ કરે
 • માલધારીઓ ઉપર ખોટા પોલીસ કેસ અને મારઝૂડ સત્તાધીશો બંધ કરે
 • ઢોર અંકુશ નિયંત્રણ કાયદો, તે કાયદો રોડ ઉપરથી પશુ હટાવવાનો છે જ નહીં
 • ગૌચરોની જમીનો ગળી જવાનો કાળો કાયદો રદ્ કરો
 • માલધારીઓને બેરોજગાર બનાવનું સત્તાધીશો બંધ કરો
 • સત્તાધીશો સત્તામાં નહોતા ત્યારે ગાય માતા હતી, હવે ગાય રખડતું ઢોર બની ગયું
 • ડબ્બામાં પુરેલી ગાયો દંડ લઈને છોડવાનાં કાયદાનું પાલન કરો
 • માલધારી સમાજ ગાયો છુટી મુકે છે તેઓ સત્તાધીશો ભ્રામક પ્રચાર બંધ કરો
 • શહેરી વિસ્તારમાં ઘરે રાખતા પશુઓ માટે ઘાસ-ચારો સત્તાધીશોએ બંધ કરાવ્યો છે તે જાહેરનામું પરત ખેંચો
અન્ય સમાચારો પણ છે...