અમદાવાદમાં સાઇકલ ચલાવનારા લોકોની સંખ્યામાં છેલ્લા 2 વર્ષમાં 35-40%નો વધારો થયો છે. જાણીતી કંપનીએ આપેલ ડેટા પ્રમાણે હાલ અમદાવાદમાં રેન્ટ પર સાઇકલ ચલાવનારા 5 લાખ એક્ટિવ યુઝર્સ છે. જે વીકમાં એક વાર સાઇકલ ચલાવે છે. અમદાવાદમાં રોજ એવરેજ 4000થી વધુ રાઇડ થાય છે.
હાલમાં વેકેશન ચાલી રહ્યું હોવાથી રાઇડની સંખ્યામાં 20 ટકા સુધીનો વધારો થયો છે. 18 વર્ષની માંડીને 25 વર્ષ સુધીના યંગસ્ટર્સ રેન્ટ પર એવરેજ 35-40 મિનિટ સાઇકલ ચલાવે છે. સેટેલાઇટ, બોડકદેવ, સાઉથ બોપલ અને મોટેરામાં લોકો સૌથી વધુ સાઇકલ ચલાવે છે.
સિટીમાં 3500 જંકશન પર 4000 સાઇકલ છે
અમદાવાદમાં રેન્ટ પર સાઇકલ ચલાવનારા લોકોની સંખ્યા વધી છે. હાલ અમદાવાદમાં 350થી વધારે જંક્શન પર 4000થી વધારે સાઇકલ છે. સાઇકલ ચલાવવાની શરૂઆત લોકોએ હેલ્ધી રહેવા માટે કરી હતી, પણ હવે લોકો ટ્રાન્સપોર્ટ માટે સાઇકલનો ઉપયોગ કરી રહ્યા છે એ આનંદની વાત છે. > અર્જિત સોની, CEO, માયબાઇક
જલ્દી ઇલેક્ટ્રિક સાઇકલ આવશે
અમદાવાદમાં સાઇકલના ટ્રેન્ડને જોતા સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટને પ્રમોટ કરવા નજીકના સમયમાં અલગ અલગ વિસ્તારમાં સાઇકલ સ્ટેન્ડ પર સાઇકલની સાથે હવે ઇલેક્ટ્રિક સાઇકલ પણ જોવા મળશે.ખૂબ જ મિનિમમ ભાડા સાથે અમદાવાદીઓ ઇલેક્ટ્રિક સાઇકલની મજા માણી શકશે.
નવી સાઇકલનું વેચાણ નહિવત
છેલ્લા છ મહિનામાં નવી સાઇકલનું વેચાણ નહિવત છે. માત્ર 20 ટકા જ વેચાણ થયું છે. ઉપરાંત મહિનામાં 10-12 કસ્ટમર્સ કોરોના સમયે હેલ્ધી રહેવા ખરીદેલી હજારો અને લાખો રૂપિયાની સાઇકલ 60-70 ટકા ઓછી કિંમતે રિટર્ન કરવા આવે છે. > મહેશકુમાર વાઘવાણી, લક્ષ્મી સાયકલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.