તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોરિયર્સની સેવા:દેશના જાણીતા શૅફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલમાં કોરોના વોરિયર્સ માટે ત્રણ ટાઈમ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંજીવ કપૂર ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
સંજીવ કપૂર ( ફાઈલ ફોટો)
  • સંજીવ કપૂરે આ સેવા માટે શહેરમાં 12 શૅફની નિમણૂંક પણ કરી છે.
  • તબીબોને સમયસર સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે તો તેમનામાં નવઉર્જાનો સંચાર થશેઃ સંજીવ કપૂર

કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ હાલની સ્થિતિમાં મદદરૂપ થવા માટે અલગ પ્રકારે આગળ આવી રહી છે. નિસ્વાર્થ પણે કોરોનાગ્રસ્ત દર્દીઓ, કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલના કોરોના વોરિયર્સને સહાયરૂપ બની રહી છે. ત્યારે દેશના જાણીતા શૅફ સંજીવ કપૂરે અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો માટે મદદ કરવાનું નક્કી કર્યું છે. તેમણે આ વોરિયર્સ માટે ત્રણ ટાઈમ વિના મૂલ્યે ભોજન આપવાની વ્યવસ્થા કરી છે.

વોરિયર્સ માટે ત્રણ ટાઈમ વિના મૂલ્યે ભોજન આપવાની વ્યવસ્થા કરી
વોરિયર્સ માટે ત્રણ ટાઈમ વિના મૂલ્યે ભોજન આપવાની વ્યવસ્થા કરી

અમદાવાદ શહેરમાં 12 શૅફની નિમણૂંક કરી
તેમણે અમદાવાદ શહેરમાં 12 શૅફની નિમણૂંક કરીને સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઈમ ભોજન આપવાની વ્યવસ્થા કરવાનું બીડું ઝડપ્યું છે. સંજીવ કપૂર દ્રઢ પણે માને છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે તો તેમનામાં નવઉર્જાનો સંચાર થશે. તેઓ વધુ ઉત્સાહભેર દર્દીઓની સેવા કરી શકશે.

બે દિવસ અગાઉ સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન આપવાની વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો
બે દિવસ અગાઉ સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન આપવાની વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો

સંજીવ કપૂરે ભોજનની વ્યવસ્થાનો પ્રસ્તાવ મુક્યો હતો
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીએ આ અંગે કહ્યું હતું કે બે દિવસ અગાઉ સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન આપવાની વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેને હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અમે તેમની ભાવનાઓને બિરદાવીએ છીએ.

સેવાભાવી લોકો સતત આ દર્દીઓને અને તેમના સ્વજનોની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે
સેવાભાવી લોકો સતત આ દર્દીઓને અને તેમના સ્વજનોની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે

લોકો દર્દીઓની નિશ્વાર્થ ભાવે સેવા કરી રહ્યાં છે
સિવિલ 1200 બેડની હોસ્પિટલમાંથી મેડિસિટી કેમ્પસની અન્ય હોસ્પિટલમાં દર્દીઓને રીફર કરવામાં આવે છે. ત્યારે 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે ફરી એકવાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઈનો લાગી છે. અગાઉ લોકોને 8 -10 કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમનો દાખલ થવા માટે નંબર આવતો હોય છે.આ સમયગાળા દરમિયાન કેટલાક સેવાભાવી લોકો સતત આ દર્દીઓને અને તેમના સ્વજનોની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો