ઘોઘંબા ભારત દેશમાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. સ્વામિનારાયણ પાલ્લી એ ઘોઘંબા તાલુકામાં આવેલું એક આદર્શ ગામ છે. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ચરણારવિંદથી અનેકવાર પ્રસાદીભૂત બનેલું આ ગામ છે. ઘોઘંબા અને પાલ્લી ગામો વચ્ચે ઘુસ્કો અને કરાડ એ બે નદીઓ આવેલી છે. તે બંને નદીઓના વચ્ચે આવેલા આંબાવાડિયામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરૂપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ૪૮ વર્ષ પહેલાં સૌપ્રથમ પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા- પાલ્લીમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ ૪૧ વર્ષો સુધી શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે અવિરત વિચરણ કરી સત્સંગ સંસ્કારોનું સિંચન કર્યું. મંદિરોથી સંસ્કાર વધે છે. સંસ્કાર હશે તો જ આપણને શાંતિ મળશે. મંદિરમાં વિશ્વબંધુત્વની ભાવના કેળવાય છે. વળી મંદિરોમાં રહેતા ભગવાનને સમર્પિત શુદ્ધ પવિત્ર જીવન જીવતા સંતોનો સમાગમ પણ મંદિરમાં આવવાથી જ સાંપડે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરૂપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા માટે જ કહે છે કે, માણસને સંસ્કારી બનાવવા માટે મંદિર, માણસને ઘડવા માટે મંદિર, સમાજ ઘડતર માટે મંદિર, સમાજની શુદ્ધિ માટે મંદિર, સદાચારની પ્રેરણા માટે મંદિર, મનની સ્થિરતા કેળવવા માટેનું માધ્યમ એટલે મંદિર. ધર્મ જ્ઞાન વૈરાગ્યના પાઠો ભણાવવા માટે મંદિર. માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર. આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિર.
"શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" અંતર્ગત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં દેશ-વિદેશના અનેક હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ વિધિ અવસરે ષોડશોપચાર વિધિથી મહાપૂજા કરી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદથી પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજે શિલા - ઈંટોનું કુમકુમ, અક્ષતથી પૂજન અર્ચન કરી શિલાન્યાસ વિધિ કર્યો હતો. ત્યારબાદ ઘણી મોટી સંખ્યામાં હરિભક્તોએ પૂજન કરેલી ઈંટો મસ્તકે લાવી હતી અને પૂજનીય સંતોએ શિલાઓનું પાયામાં આરોપણ કર્યું. વેદોક્ત વિધિ અનુસાર શિલાન્યાસ પૂર્ણ સંપન્ન થયા બાદ સૌ સંતો હરિભક્તોએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની આરતી ઉતારી હતી. દેશ- દેશના હરિભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.