વિયેતનામના ભારત સ્થિત રાજદૂત યુત ગુયેન થાન્હ હાઇએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન તથા માઇનિંગ એન્ડ સ્ટીલ ક્ષેત્ર સહભાગીતા માટેની તત્પરતા દર્શાવી હતી.
પિપલ-ટુ-પિપલ કોન્ટેક્ટ વધુ વ્યાપક બનાવવા ચર્ચા
ઊદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં સૌજ્ન્ય મુલાકાત બેઠકની ચર્ચા દરમિયાન વિયેતનામ રાજદૂત યુત ગુયેન થાન્હ હાઇએ ગુજરાતમાંથી કપાસ, સુકી ડુંગળી, સુકુ લસણ તથા સી-ફૂડની વિયેતનામમાં નિકાસની વિપૂલ સંભાવનાઓ અંગે વિસ્તૃત વિગતો આપી હતી. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિયેતનામના ભારત સ્થિત રાજદૂત બંનેએ આગામી સમયમાં પિપલ-ટુ-પિપલ કોન્ટેક્ટ વધુ વ્યાપક બનાવવા અંગેની ચર્ચા ઉપર પણ ભાર મુક્યો હતો.
ગુજરાત પાસેથી વિયેતનામને ઘણું શિખવા મળશે
યુત ગુયેન થાન્હ હાઇએ જણાવ્યું હતું કે, ગુજરાતે ડિજીટલ ટ્રાન્સફોરમેશન અને એનર્જી જનરેશન સેક્ટરમાં જે મહારથ હાંસલ કરેલી છે. તેમાંથી વિયેતનામને ઘણું શિખવા મળી શકે તેમ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, ગુજરાતમાં એવું ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ એન્વાયરમેન્ટ છે કે, એકવાર ગુજરાત સાથે વેપાર-ઊદ્યોગમાં સહભાગીતા કરનારા દેશો પછી ગુજરાત સિવાય કયાંય જતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.