વિવાદ:ગાંધી આશ્રમ સામેના 294 ઘર હટાવવાનો વિવાદ, વર્ષોથી રહેતા લોકોએ મકાન ખાલી કરવા સરકાર સમક્ષ રાખી શરતો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંધી  આશ્રમનની પાસે આવેલા આનંદ ભુવનની તસવીર - Divya Bhaskar
ગાંધી આશ્રમનની પાસે આવેલા આનંદ ભુવનની તસવીર
  • ગાંધી આશ્રમ સામે આવેલા ઘર હટાવીને સ્થાનિકોને અલગ જગ્યા ફાળવાશે
  • મકાનની જગ્યાએ ગાંધી આશ્રમને ડેવલપ કરવાનો સરકારનો વિચાર

12મી માર્ચે દાંડી યાત્રા યોજાવવાની છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. ત્યારે ગાંધી આશ્રમ સામે આવેલા ઘર હટાવીને સ્થાનિકોને અલગ જગ્યા ફાળવીને તેમના મકાનની જગ્યાએ આશ્રમને ડેવલોપ કરવાનો સરકારનો વિચાર છે. પરંતુ આ મામલે આશ્રમ વાસીઓ અને સરકાર વચ્ચે વાતચીત ચાલુ છે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આશ્રમનો વિકાસ કરવાની સરકારની ઈચ્છા
ગાંધી આશ્રમ સામે 294 જેટલા મકાન આવેલ છે, જે આશ્રમ વાસીઓના છે. ઉપરાંત આશ્રમની બાજુમાં પણ 100 મીટર સુધીમાં આવેલા મકાનો આશ્રમ વાસીઓના જ છે. આ તમામ મકાનોની જગ્યાએ ત્યાં આશ્રમના ડેવલોપમેન્ટને લઈને નવો પ્રોજેક્ટ શરૂ કરવાની સરકારની ઈચ્છા છે. પરંતુ આશ્રમ સામેના મકાનો ખાલી કરવા મામલે હજુ વિવાદ ચાલી રહ્યો છે.

294 મકાનો ખાલી કરવાને લઈને વિવાદ
આશ્રમ સામેના 294 મકાનો ખાલી કરવા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. હાલ વિવાદ શાંત થયો છે અને સરકાર તથા આશ્રમ વાસીઓ વચ્ચે વાતચીત ચાલુ છે. આશ્રમ વાસીઓને તેમના મકાનની જગ્યાએ 65 વારનું નવું મકાન આપવાની અથવા મકાન ના રાખવું હોય તો પૈસા આપવાની વાત ચાલુ છે. પરંતુ આશ્રમ વાસીઓની માંગણી છે કે તેમને આશ્રમની હદમાં જ મકાન આપવામાં આવે અને તે મકાન ગાંધી આશ્રમ હસ્તકના નામથી જ ઓળખાય.

મકાન ખાલી કરવા સ્થાનિકોએ રાખી શરત
ઉપરાંત કેટલાક મકાન મોટા તો કેટલાક નાના છે. તેની સામે આ પ્રકારના મકાન આપવામાં આવે તો તે સરકારનો પ્રસ્તાવ સ્વીકારશે. આશ્રમના પ્રોજેક્ટ માટે સરકાર તરફથી કે. કૈલાસનાથન પણ આવી ચૂક્યા છે અને આશ્રમ વાસીઓને સમજાવી ચૂક્યા છે. પરંતુ આશ્રમવાસીઓમાં હજુ અસંતોષ છે. આશ્રમવાસી સરકારનો પ્રસ્તાવ મંજૂર કરે તો દાંડી યાત્રાના દિવસે જ વડાપ્રધાન દ્વારા નવી જાહેરાત કરવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...