આવકવેરા અધિનિયમની કલમ 139 (8એ) મુજબ અગાઉ રિટર્ન ફાઈલ કરી શકયા ન હોય તે કરદાતા નવા આઇટીઆર-યુ નામના અપડેટ રિટર્ન એડિશનલ ટેક્સ અને લેટ ફી સાથે ફાઈલ કરી શકશે પરંતુ રિફંડ મળશે નહીં. નવા લાગુ પડેલા આઇટીઆર-યુ નામના રિટર્નથી કરદાતા બાકી રહેલા રિટર્ન ફાઇલ કરી શકશે. વર્ષ 2020-21થી 2022-23 એમ ત્રણ વર્ષના રિટર્ન ફાઇલ કરી શકશે.
આ રિટર્ન 31 માર્ચ 2023પહેલા ફાઇલ કરવાના રહેશે. રૂ. 5 લાખ સુધીની આવક ધરાવનારાએ 2020-2021, 2021-2022 અને 2022-2023નું રિટર્ન ફાઈલ કરવાનું બાકી હોય તો 1 હજાર લેટ ફી અને 25 ટકા વધારાનો ટેક્સ ભરવો પડશે. એપ્રિલ 2022થી 31 માર્ચ 2013 સુધીના સમયગાળા માટે 50 ટકા ટેક્સ રહેશે. રૂ.5 લાખથી વધુ આવક હોય અને ઉપરોક્ત 3 વર્ષનું રિટર્ન ફાઈલ થયું ન હોય તો 5 હજાર અને 10 હજાર લેટ ફી ભરવાની રહેશે. આ ઉપરાંત 25થી 50 ટકા વધારાનો ટેક્સ ભરવો પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.