આયોજન:‘માણસાઈના મશાલચી ડો.મફતલાલ પટેલ'ના પુસ્તકનું વિમોચન, માણસાઈ મહત્વની, છેલ્લો માણસ પહેલાં પૂજાવો જોઈએ: મોરારિબાપુ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માણસાઈ મહત્વની છે.આ કેળવણીકારે પોતાના કર્યો થકી માનવ પૂજા કરી છે. છેલ્લો માણસ પહેલા પૂજાવો જોઈએ એ કામ પણ 86 વર્ષની વયે તેમણે કર્યું છે. આ શબ્દો છે મોરારીબાપુના.પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે કેળવણીકાર એવા ડો.મફતલાલ પટેલ ઉપર દધીચી ઠાકરે લખેલા પુસ્તક 'માણસાઈના મશાલચી ડો.મફતલાલ પટેલ'નું વિમોચન થયું.આ પ્રસંગે કેરળના રાજ્યપાલ આરીફ મોહંમદ ખાન,ડો.નિમિત્ત ઓઝા સહિત સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. આ પુસ્તકમાં મફતલાલના જીવન અંગે 133 લેખકોએ લેખ લખ્યા છે.જ્યારે યુરોપમાં રેનેસા યુગ ડગલાં માડી રહ્યો હતો તે અગાઉથી ભારતની શિક્ષણ પદ્ધતિના ડંકા વાગતા તેમ કેરળના રાજ્યપાલ આરીફ મહંમદ ખાને કહ્યું હતું.

જીવન પોતાની માટે નહીં પરોપકાર માટે
હું આમ અભણ માબાપનું સંતાન પણ કપરી સ્થિતિ વચ્ચે ભણ્યો અને બહેન,ભાઈ અને પત્નીને પણ આગળ ભણાવી.હું માનું છું જે આપણું જીવન પોતાની માટે નહીં પણ પરોપકારની ભાવના સાથે જીવાયેલું હોવું જોઈએ.આજે 85 વર્ષની વયે પણ મને શાંતિથી બેસી રહેવું ગમતું નથી.નિરંતર કામ એ જ મારું લક્ષ્ય છે. - ડો.મફતલાલ પટેલ

અન્ય સમાચારો પણ છે...