ક્યાં જઈએ, કોને કહીએ:કોરોના મૃતકના પરિજનો રોજ કલેક્ટર કચેરીએ ધક્કા ખાય છે, ડેથ સર્ટી માટે કોઈ માહિતી નથી આપતું કે કોઈ વ્યવસ્થા પણ નથી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
અરજદાર વર્ષાબેન - Divya Bhaskar
અરજદાર વર્ષાબેન
  • કેટલાક લોકો 50 હજારની આર્થિક સહાય માટે ચાર દિવસથી કલેકટર કચેરીએ અવર-જવર કરી રહ્યા છે

રાજ્યમાં 15મી નવેમ્બરથી કોરોનાના કારણે મૃત્યુ પામેલ લોકો માટે આર્થિક સહાય સંદર્ભે ફોર્મ વિતરણની વ્યવસ્થા ચાલુ થઈ છે. પરંતુ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે હજુ ફોર્મ વિતરણની કોઈપણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી કરવામાં આવી. જેના કારણે રોજ અહીં આવતા અરજદારોએ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

રૂ.50 હજારની આર્થિક સહાય માટે ધક્કા ખાઈ રહી છે પત્ની
વર્ષાબેન હિંમતભાઈ પરમાર કે જેમના પતિનું સપ્ટેમ્બર 2020માં કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. તેમના પતિ હિંમતભાઈ પરમાર બિઝનેસ માટે હૈદરાબાદ ગયા હતા. જ્યાં તેમને કોરોના થવાથી પતિ ગુમાવ્યા હતા. લોકડાઉનના કારણે બધુ બંધ હોવાથી તેમના મૃતદેહને ત્યાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેમની પાસે પતિ મૃત્યુ બાદના તમામ રિપોર્ટ છે અને તેઓ 50 હજારની આર્થિક સહાય લેવા માટે છેલ્લા ચાર દિવસથી કલેકટર કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અહીં ફોર્મ વિતરણની સુવિધા નથી કરવામાં આવી, જેના કારણે રઝળી પડવાનો વારો આવ્યો છે. તેઓ ઉસ્માનપુરા સિવિક સેન્ટરમાં પણ ડેથ માટે સર્ટી માટે ધક્કા ખાધા પરંતુ ત્યાં પણ અન્ય રાજ્યમાં તેમના પતિનું કોરોનાના કારણે મોત થયું, ત્યાથી સર્ટી લાવવા માટે કહી રહ્યા છે.

કલેકટર કચેરીએ પહોંચેલ અરજદાર મહિલાઓ
કલેકટર કચેરીએ પહોંચેલ અરજદાર મહિલાઓ

ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના ન હોય તો ક્યાં જવાનું: અરજદારો મૂંઝવણમાં
ઘાટલોડિયામાં રહેતી બે મહિલા પણ કલેક્ટર કચેરીએ સહાય માટેના ફોર્મ લેવા માટે પહોંચ્યા. પરંતુ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી તેઓ નિરાશ થવાનો વારો આવ્યો હતો. અહીંથી જાણ કરવામાં આવી કે તેમના વિસ્તારના સિવિક સેન્ટર પરથી ફોર્મ મળશે. કલેકટર કચેરી આવતા અરજદારોને એ પણ મૂંઝવણ છે કે ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના ન હોય તો ક્યાં જવાનું તે અંગે પણ મોટો સવાલ તેમને સતાવી રહ્યો છે.આ મામલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે જણાવ્યું કે, હજુ કલેકટર કચેરીમાં ફોર્મ વિતરણની શરૂઆત નથી કરવામાં આવી. પરંતુ ફોર્મ વિતરણ વ્યવસ્થા કરવાની પ્રક્રિયા ચાલુ છે.

કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી બિલ્ડીંગમાં આજે કોઈ મુવમેન્ટ નથી
કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી બિલ્ડીંગમાં આજે કોઈ મુવમેન્ટ નથી
અન્ય સમાચારો પણ છે...