તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કસ્ટમ વિભાગની કાર્યવાહી:86 લાખ વિદેશી ચલણ સાથે અમદાવાદ એરપોર્ટ પરથી સગા ભાઇઓ ઝડપાયા, બંને નોટોના બંડલ સાથે દુબઈ જતા હતા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બન્ને મુસાફરો પાસેથી 85 હજાર યુએસ ડોલર, 10 હજાર પાઉન્ડ અને 75 હજાર સાઉદી રિયાલની ચલણી નોટના બંડલ મળી. - Divya Bhaskar
બન્ને મુસાફરો પાસેથી 85 હજાર યુએસ ડોલર, 10 હજાર પાઉન્ડ અને 75 હજાર સાઉદી રિયાલની ચલણી નોટના બંડલ મળી.
 • 85 હજાર US ડોલર, 10 હજાર પાઉન્ડ મળ્યા

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઇ જઇ રહેલા પેસેન્જરોમાંથી બે પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગે 86 લાખની વિદેશી ચલણી નોટ ઝડપી પાડી હતી. આ પેસેન્જર પાસે રહેલા હેન્ડ બેગમાં યુએસ ડોલર, પાઉન્ડ અને દુબઇના રિયાલ નોટના બંડલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. બન્ને સગાભાઇ હોવાનું અને ગુજરાતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓને એક પેસેન્જરનો વ્યવહાર શંકાસ્પદ લાગતા તેની તપાસ કરવામાં આવી હતી. હેન્ડ બેગની તપાસ કરતા તેમાંથી વિદેશી ચલણી નોટો મળી આવી હતી. આ સમયે તેની સાથે અન્ય એક પેસેન્જર પર તેની નજર હતી. જેથી કસ્ટમ વિભાગ તેના હેન્ડ બેગની તપાસ કરતા તેમાંથી પણ વિદેશી ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. તપાસમાં આ બન્ને મુસાફરો સગા ભાઇ હોવાનું ખુલ્યું હતું. બન્ને મુસાફરો પાસેથી 85 હજાર યુએસ ડોલર, 10 હજાર પાઉન્ડ અને 75 હજાર સાઉદી રિયાલની ચલણી નોટના બંડલ મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો