તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ સિવિલનો ગ્રાઉન્ડ રિપોર્ટ:કોરોનાની ડેડબોડી લઈ જવા માટે ફુલહાર લઈને સગાઓ આવતાં રહ્યાં, એક એમ્બ્યુલન્સ જતા જ બીજી એમ્બ્યુલન્સ લાગી જાય છે

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
બે ફૂલહાર, વિધિ કે ગંગાજળની વિધિ કરવી હોય તે ત્યાં બહાર એમ્બ્યુલન્સમાં મુકતા પહેલા જ કરાવી દેવામાં આવે છે
  • સ્મશાનમાં વેઈટીંગ હોવાથી સગાઓને રોડ પર ડેડબોડી રૂમ બહાર બેસવા જણાવતા હતા

રાજ્યમાં કોરોનાના કેસો બેફામ ગતિએ વધ્યા છે અને દરરોજ 3000થી વધુ કેસો આવવા લાગ્યા છે. જેને પગલે હોસ્પિટલોમાં એડમિટ થવા માટે અને ટેસ્ટિંગ માટે પણ વેઈટિંગની સ્થિતિ છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોતનો આંકડો છુપાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. જેને લઈ DivyaBhaskarએ અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં કોરોનાની ડેડ બોડી અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો.

ડેડબોડી એમ્બ્યુલન્સમાં મુકતા પહેલા જ ફુલહાર-ગંગાજળની વિધિ
કોવિડ હોસ્પિટલના કોવિડ ડેડબોડી રૂમની બહાર સવારે 7 વાગ્યાથી DivyaBhaskarની ટીમે તપાસ કરી હતી. ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલી સિવિલ હોસ્પિટલ અમદાવાદની બે એમ્બ્યુલન્સ સવારથી જ કોરોનાના મૃતકોને સ્મશાને પહોંચાડતી હતી. કોવિડ ડેડબોડી રૂમમાંથી પાછળના દરવાજે એમ્બ્યુલન્સ ઉભી રાખવામાં આવે છે. PPE કીટ પહેરેલા એક કર્મચારી ત્યાં હાજર જ હતો. જે વ્યક્તિની ડેડબોડી આવે તેની સાથે એમ્બ્યુલન્સના ડ્રાઇવર વાત કરે અને અંદરથી કોવિડની ડેડબોડીને સ્મશાન લઈ જતાં હતાં. અડધી કલાકના અંતરમાં જ લોકો ડેડબોડી લેવા આવતાં નજરે પડ્યા હતા. કોરોનાની ડેડબોડી ઘરે સોંપતા ન હોવાથી અંતિમ સંસ્કાર પહેલાં જે પરિવાર બે ફૂલહાર, વિધિ કે ગંગાજળની વિધિ કરવી હોય તે ત્યાં બહાર એમ્બ્યુલન્સમાં મુકતા પહેલા જ કરાવી દેવામાં આવે છે. સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે જે પણ ડેડબોડી લઈ જવાય છે તેને એકદમ પેક કરી લઈ જવાય છે.

એમ્બ્યુલન્સ સતત ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ માટે જે સ્મશાન નક્કી કર્યા હતા ત્યાં લઈ જતી હતી
એમ્બ્યુલન્સ સતત ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ માટે જે સ્મશાન નક્કી કર્યા હતા ત્યાં લઈ જતી હતી

એક કલાક જેટલું તમારે વેઈટીંગ કરવું પડશે
કોરોનાના મૃતકોને સવારથી GJ18 GA 3531 અને GJ18 GA 3016 નંબરની એમ્બ્યુલન્સ સતત ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ માટે જે સ્મશાન નક્કી કર્યા હતા ત્યાં લઈ જતી હતી. PPE કીટ પહેરેલા એક વ્યક્તિને અંદર બેસાડી અને સ્મશાનમાં લઈ જતા હતા. એક એમ્બ્યુલન્સ જાય ત્યાં બીજી એમ્બ્યુલન્સ આવીને તૈયાર જ ઉભી હોય અને તુરંત જે સ્મશાનમ જગ્યા ખાલી હોય ત્યાં લઈ જતા હતાં.

બપોરે 12.45ની આસપાસ પૂર્વ વિસ્તારમાં રહેતા એક મહિલાની ડેડબોડી લેવા માટે પરિવાર આવ્યો હતો. પરિવાર પૂર્વ વિસ્તારમાં રહેતો હતો. ડેડબોડીને અંતિમવિધિ માટે હાટકેશ્વર સ્મશાન લઈ જવાની હતી. તેઓ અંદર ગયા તો તેઓને જણાવવામાં આવ્યું કે હાલમાં પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર સ્મશાન ખાતે કોરોનાની ગાઈડલાઈન મુજબ એક ડેડબોડી લઈ ગયા છે અને તે ડેડબોડીના નિકાલ થયા બાદ જ અહીંથી બીજી ડેડબોડી મોકલી શકાશે. એક કલાક જેટલું તમારે વેઈટીંગ કરવું પડશે.

હાટકેશ્વર ખાતે એક કલાકનું વેઈટીંગ છે અને જો પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ડેડબોડી પહેલા આવશે તો તેમને બીજું એક કલાક વેઈટીંગ કરવું પડશે
હાટકેશ્વર ખાતે એક કલાકનું વેઈટીંગ છે અને જો પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ડેડબોડી પહેલા આવશે તો તેમને બીજું એક કલાક વેઈટીંગ કરવું પડશે

ડ્રાઇવરે કહ્યું કે લીલાનગર સ્મશાનમાં હાલ જ જગ્યા ખાલી થઈ
હાટકેશ્વર સ્મશાન નજીક પડતું હોવાથી તેઓને ત્યાં જ લઈ જવાના હતાં. પરંતુ સ્મશાનમાં વેઈટીંગ ચાલતું હોવાનું કહ્યું હતું. સાબરમતીના અચેર સ્મશાન ખાતે જગ્યા ખાલી હોવાનું કહી ત્યાં લઈ જવા માટે પણ કહ્યું હતું જો કે પરિવાર પૂર્વ વિસ્તારમાં રહેતો હોવાથી તેઓના સંબંધીઓ પણ સ્મશાન આવે તેના માટે ત્યાં જ લઈ જવાનું નક્કી કર્યું હતું. અડધા કલાક સુધી પરિવાર ડેડબોડી રૂમની બહાર રાહ જોઈને બેઠો હતો. બાદમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર ત્યાં આવીને કહ્યું કે લીલાનગર સ્મશાનમાં હાલ જ જગ્યા ખાલી થઈ છે તો ત્યાં લઈ જવા હોય તો લઈ જઈએ. હાટકેશ્વર ખાતે હજી એક કલાક વેઈટીંગ છે અને જો પહેલા જો કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ડેડબોડી પહેલા આવશે તો તેમને બીજું એક કલાક વેઈટીંગ કરવું પડશે. છેવટે પરિવાર માની ગયો અને લીલાનગર સ્મશાન ખાતે ડેડબોડી અંતિમવિધિ માટે લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો