તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્જેક્શન મુદ્દે PIL:રેમડેસિવિરની સંગ્રહખોરી અને વિતરણ અંગે થયેલી PILમાં સરકાર અને હર્ષ સંધવીના જવાબ બાદ પરેશ ધાનાણીએ રિજોઇન્ડર રજૂ કર્યું

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ ફાઈલ તસવીર
  • વિપક્ષ નેતા છું મારે કોઈ પાર્ટી કે વ્યક્તિ સાથે દુષમનાવટ નથી, જ્યાં પ્રજા સાથે ખોટું થશે ત્યાં હું વાંધો ઉઠાવીશ: પરેશ ધાનાણી
  • સી. આર.પાટીલ અને હર્ષ સંધવી જ નહીં પરંતુ સરકારી એજન્સીઓ સામે પણ તપાસ થવી જોઈએ

કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાય હતી. જે દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા સુરતની BJP કાર્યાલયથી આ રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સી.આર.પાટીલ અને હર્ષ સંધવી વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સરકાર અને હર્ષ સંઘવીના જવાબ બાદ હાઈકોર્ટમાં રિજોઈન્ડર રજૂ કર્યું હતું.

રિસ્પોડન્ટને જવાબ રજૂ કરવા હાઈકોર્ટે કહ્યું હતું
હાઇકોર્ટે સી.આર પાટીલને અને બીજા રિસ્પોડન્ટને જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. જો કે, સી.આર પાટીલ જવાબ રજૂ કરે તે પહેલાં સરકારે રજૂ કરેલા એફિડેવિટમાં તેમને ક્લીનચીટ આપવામાં આવી હતી. હર્ષ સંધવીએ આ તમામ આરોપોને લઈને આ અરજીને રાજકીય ષડ્યંત્ર ગણાવ્યું હતું. હર્ષ સંધવીએ કહ્યું હતું કે, આ અરજી અરજદાર પોતાની પ્રસિદ્ધિ માટે કરી છે.

પ્રજા સાથે ખોટું થશે તો આવી રીતે અવાજ ઉઠાવીશ
તેની સામે પરેશ ધાનાણીએ રિજોઇન્ડર રજૂ કર્યું છે. જેમાં તેઓ જણાવ્યું કે, મારી કોઈની સાથે દુશ્મનાવટ નથી. આ સી.આર પાટીલ કે હર્ષ સઘવી સામે હું ચૂંટણી લડ્યો નથી. એટલે હું કોઈ રાજકીય બાબતને લઈને આ મુદ્દા નથી ઉઠાવતો. હું વિપક્ષ નેતા છું. પ્રજા સાથે જ્યારે ખોટું થાય ત્યારે હું આવી રીતે અવાજ ઉઠાવીશ. આમાં માત્ર આ બે વ્યક્તિ નહીં, પરંતુ સરકારી એજન્સીઓ સામે પણ તપાસ થવું જોઈએ.

વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી
વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી

કોરોનાની સુઓમોટો થઈ એમ અમે PIL કરી
ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે આવી મહામારીમાં જો લોકોને સરકાર ઇન્જેક્શન ઉપલબ્ધ ન કરાવી શકે તો આ લોકો પાસે ઇન્જેક્શન ક્યાંથી આવ્યા હતા. એડવોકેટ જનરલ કહે છે, તપાસ ચાલુ છે. અમે સંગ્રહખોરી અને કાળાબજારી રોકીશું. પરંતુ હજી કઈ બાબત સામે આવી નથી. હાઇકોર્ટમાં કોરોના માટે સુઓમોટો થઈ છે એમ અમે PIL કરી છે, જે ટકવા પાત્ર છે. કારણ કે આ લોકો સાથે સંકળાયેલી બાબત છે.

CR પાટીલે ઇન્જેક્શન વહેંચતા લોકોની લાંબી લાઇનો લાગી હતી - ફાઇલ તસવીર
CR પાટીલે ઇન્જેક્શન વહેંચતા લોકોની લાંબી લાઇનો લાગી હતી - ફાઇલ તસવીર

શું હતો મામલો?
રેમડેસિવિરના ઇન્જેક્શનની અછત વર્તાઇ રહી હતી ત્યારે સી.આર પાટીલ અમદાવાદથી રેમડેસિવિરના ઇન્જેકશનનો જથ્થો સુરત લઇ ગયા હતા અને ભાજપની ઓફિસમાં તેની ગેરકાયદે વહેંચણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાંડ દરમિયાન પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં હર્ષ સંઘવી અને સી.આર પાટીલ સામે પગલાં લેવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...