તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુપ્રીમ કોર્ટની કાર્યવાહી:રાજ્ય સરકારના પરિપત્રને ફગાવ્યો; BUના મુદ્દે સીલ થયેલી 3 હજાર મિલકતોનું ભાવિ અનિશ્ચિત, નવી સીલિંગ ઝુંબેશ આવશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમ કોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સુપ્રીમ કોર્ટ - ફાઇલ તસવીર
  • માત્ર બાંયધરીને આધારે સીલ ખોલી આપવા માટે રાજ્ય સરકારે પરિપત્ર મૂક્યો હતો

બી.યુ. (બિલ્ડિંગ યુઝ) પરમિશન નહીં ધરાવતી 3 હજારથી વધારે મિલકતોના સીલનો મામલો આખરે વધારે ગૂંચવાઇ ગયો છે. જ્યાં રાજ્ય સરકારે પરિપત્ર કરી બીયુ સત્વરે મેળવી લેવાની એફિડેવિટને આધારે મિલકતો ખોલી આપવા માટે નીતિ નક્કી કરવા જણાવ્યું હતું, સુપ્રીમે તેને જ કાયદાથી વિપરીત ગણાવી રદ કરી દીધો છે. તહેવારો સમયે આ 3 હજાર મિલકતોના સીલ ખૂલવાની આશા ધૂંધળી બની ગઇ છે. હાઇકોર્ટના આદેશ બાદ મ્યુનિ.એ ફાયર સેફ્ટી, બીયુ પરમિશનના મુદ્દે 3 હજારથી વધુ કોમર્શિયલ મિલકતો સીલ કરી હતી. જે બાદ કેટલીક મિલકતના માલિકોએ સુપ્રીમમાં ગયા હતા. જોકે તેમને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. દિવાળી સમયે પણ આ કોમર્શિયલ મિલકતો ખુલવાની શક્યતા લગભગ નહીવત થઇ ગઇ છે. હવે મ્યુનિ. ફરી સીલિંગ ઝુંબેશ શરૂ કરે તેવી શક્યતા છે.

સુપ્રીમ કોર્ટે લોકોની સલામતીને ધ્યાને રાખી આ પરિપત્રને ફગાવી દીધો હતો
સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકારે ગત 8 જુલાઇ 2021ના રોજ જે પરિપત્ર જાહેર કર્યો હતો તે કાયદાથી વિપરીત છે. કોર્ટે સ્પષ્ટ નોંધ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ વહીવટી અસરકારકતા માટે આ પરિપત્ર યોગ્ય નથી. જો આ રીતે ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનમાં છૂટ અપાય તો તે નાગરિકોના આરોગ્ય, સલામતી સામે પણ અયોગ્ય ગણાશે. સાથે તેનાથી કાયદાનો હેતુ પણ સરસે નહીં. ગુજરાત સરકારે યોગ્ય પગલા લેવા જોઇએ જેથી કાયદાના શાસનની નિગરાની રહે.

સરકારે આ પરિપત્ર કરેલો
જે મિલકતધારકો યોગ્ય બીયુ પરમિશન ધરાવતા નથી, કે બીયુ પરમિશનનો દુરુપયોગ કર્યો છે તેમણે 3 મહિનામાં બીયુ પરમિશનના કાયદાની જોગવાઇઓને અનુરૂપ યોગ્ય પગલા લેવાના રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા સહિતની સંસ્થાઓએ તેનું પાલન થાય તે જોવું તથા ત્યાં સુધી કોઇ અસરકારક પગલા લેવાના નથી.

3 હજાર મિલકતધારકોને આશા હતી કે, સરકારના પરિપત્ર બાદ મ્યુનિ. સીલ ખોલશે
દુકાનો, હોસ્પિટલ, હોટેલ, સ્કૂલો સહિતની 3 હજાર જેટલી મિલકતો મ્યુનિ.એ જૂન મહિનામાં સીલ કરી હતી. જે તમામ મિલકતોના માલિકને આશા હતીકે, સરકારના આ પરિપત્રને આધારે મ્યુનિ. તંત્ર તેમની મિલકતના સીલ ખોલી આપશે.

કેટલાકે તો સીલ તોડીને ધંધો શરૂ કરી દીધો
સીલ કરેલી 3 હજાર મિલકતો પૈકી 25 ટકા કરતાં વધારે મિલકતધારકોએ તો સીલ તો ફરી ધંધો શરૂ કરી દીધો છે. મ્યુનિ.એ મારેલું સીલ તોડનાર સામે ફોજદારી કાર્યવાહી થાય છે. જોકે આ કિસ્સામાં મ્યુનિ.એ પગલા લીધા નથી.

અન્ય સમાચારો પણ છે...