PHDની પ્રવેશ પ્રક્રિયા:આવતીકાલે 2 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થશે, 30 ઓગસ્ટે પ્રવેશ પરીક્ષા યોજાશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીમાં UG, PG બાદ હવે PHDની પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. 2 ઓગસ્ટથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, જે 30 ઓગસ્ટ સુધી ચાલશે. 30 ઓગસ્ટ પ્રવેશ પ્રક્રિયા માટે પ્રવેશ પરીક્ષા યોજાશે. અલગ અલગ 8 વિષયોમાં PHD માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.

ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સ, લૉ, આર્ટ્સ, આઇટી, કોમર્સ, એજ્યુકેશન, મેડિકલ, મેનેજમેન્ટ સાહિતમાં વિષયોમાં આવતીકાલથી PHDમાં પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ થશે. 2 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઈ શકશે.14 ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ સબમિશન થઈ શકશે.

20 ઓગસ્ટે એલિજીબલ/નોન એલિજીબલ વિદ્યાર્થીઓની યાદી તૈયાર થશે. 22 અને 23 ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થીને કોઈ મુશ્કેલી હોય તો રજૂઆત કરી શકાશે. 26 ઓગસ્ટ સુધારેલી પ્રોવિઝનલ એલિજીબિલિટી યાદી જાહેર કરવામાં આવશે. 30 ઓગસ્ટ પ્રવેશ પરીક્ષા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...