રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ:બીકોમમાં 7400 વિદ્યાર્થીનું, BScમાં 2500નું રજિસ્ટ્રેશન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા માટે 132ની નોંધણી

એસીપીડીસીના ઉપક્રમે પ્રથમ વર્ષ બીકોમ, બીએસસી, ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરી તેમજ સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમા ઈજનેરી વિદ્યાશાખામાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. ગુરુવાર સુધીમાં પ્રથમ વર્ષ બીકોમમાં 7400, પ્રથમ વર્ષ બીએસસીમાં 2500થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે સર્ટિફિકેટ હોલ્ડર ટુ ડિપ્લોમા ઈજનેરી વિદ્યાશાખામાં 132એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરી વિદ્યાશાખાની રજિસ્ટ્રેશન માટેની પ્રવેશ કાર્યવાહીમાં 200એ, ડિગ્રી ઈજનેરીમાં 12,000એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 30 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કાર્યવાહી ચાલશે. ડિપ્લોમા ઈજનેરીની પરીક્ષામાં કુલ ગુણના 45 ટકા કે તેથી વધુ ગુણ (અનામત માટે 40 ટકા) સાથે અંતિમ પરીક્ષા નવેમ્બર, ડિસેમ્બર,2021 કે વર્ષ 2022માં પાસ કરેલ હોય તેવા ઉમેદવારો પ્રવેશ માટે લાયક છે.

અન્ય સમાચારો પણ છે...