ડિપ્લોમા એડમિશન:17 જૂનથી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન શરૂ થશે, 70 ટકા સાઈટ ભરાવવાનો અંદાજ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ઐય્યર, ACPDCના અધ્યક્ષ - Divya Bhaskar
ભાસ્કર ઐય્યર, ACPDCના અધ્યક્ષ
  • ધોરણ 10ના 8 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ પ્રવેશના નિયમોની કોઈ સ્પષ્ટતા નથી
  • વિદ્યાર્થીઓ ઓનલાઇન વેબસાઇટ પર જઈને 200 રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન કરાવી શકશે

ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ધોરણ 10 બાદ સ્કૂલોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. તે રીતે ધોરણ 10 બાદ ડિપ્લોમામાં પણ એડમિશન માટે પ્રવેશના ભાગરૂપે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. 17 જૂનથી 15 જુલાઈ સુધી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે. આ વર્ષે ડિપ્લોમા એન્જિનિયરિંગની 70 ટકા કરતાં વધુ સાઈટ ભરાય તેવી શક્યતા છે.

17 જૂનથી 15 જુલાઈ સુધી એડમિશન પ્રક્રિયા ચાલશે
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસની આજે બેઠક યોજાઇ હતી. જેમાં ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ 17 જૂનથી ડિપ્લોમા એન્જિનિયરિંગ માત્ર એડમિશન પ્રક્રિયા શરૂ થશે. 17 જૂનથી 15 જુલાઈ સુધી એડમિશન પ્રક્રિયા ચાલશે. વિદ્યાર્થીઓએ gujdiploma.nic.in નામની વેબસાઇટ પર જઇને 200 રૂપિયા ઓનલાઇન ફી ભરીને વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. માસ પ્રમોશનના કારણે સામાન્ય વર્ષ કરતા સીટ ભરાય તેવી અંદાજ છે.

આ વર્ષે 70 ટકા સીટ ભરાય તેવો અંદાજ
ACPDCના અધ્યક્ષ ભાસ્કર ઐય્યરે જણાવ્યું હતું કે, માસ પ્રમોશન જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓના પરિણામ પણ ટૂંક સમયમાં આવી જશે. ત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રકિયા શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ઓનલાઇન વેબસાઇટ પર જઈને 200 રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યમા કુલ 64169 સીટ માટે પ્રવેશ પ્રક્રિયા યોજાશે. જેમાંથી ગત વર્ષે 36814 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું. આ વર્ષે 70 ટકા સીટ ભરાય તેવો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...