તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:MBA-MCAમાં પ્રવેશ માટે 27 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન થઈ શકશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 4 ઓગસ્ટે પ્રોવિઝનલ અને 11 ઓગસ્ટે ફાઈનલ મેરિટ

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ગુજરાત) એમબીએ-એમસીએ દ્વારા એમબીએ-એમસીએ કોર્સમાં પ્રવેશ માટેના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. ગુજરાતની વિવિધ 17 યુનિવર્સિટીઓમાંથી સ્નાતકની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ આઠમી જુલાઈથી 27મી જુલાઈ દરમિયાન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.

પ્રવેશ કમિટીની વેબસાઈટ www.gujacpc.nic.in પરથી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે રજિસ્ટ્રેશન કાર્યવાહી પૂર્ણ થયા પછીથી ચોથી ઓગસ્ટ,2021ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરી છે. ગુજરાતમાં વિવિધ જિલ્લા સ્તરે વિવિધ કોલેજ ખાતે 60 સાઈબર સેન્ટરની વ્યવસ્થા કરી છે. આ અંગેની માહિતી પ્રવેશ કમિટીની વેબસાઈટ www.jacpcldece.ac.in પર મૂકી છે. 5થી 7 ઓગસ્ટ દરમિયાન મોક રાઉન્ડ માટેની ઓનલાઈન ચોઈસ ફીલિંગ કાર્યવાહી થઈ શકશે. તે પછીથી 11 ઓગસ્ટે પ્રથમ રાઉન્ડના ફાઈનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરાશે. કાર્યક્રમને લગતી કોઈ મૂંઝવણ હોય તો પ્રવેશ કમિટીની હેલ્પ લાઈન નંબર 07926566000નો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...