ધોરણ 10 અને 12નું પરિણામ આવતા ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજથી શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. શરૂઆતમાં કોમર્સ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જે બાદ તમામ કોર્ષ માટે રજિસ્ટ્રેશન શરૂ થશે.
ગુજરાત યુનિવર્સિટીમાં આજથી બી.કોમ, બીબીએ, બીસીએ, ડિઝાઇન સહિતના કોર્ષમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોતાની વિગત ભરીને અત્યારે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ગુજરાત બોર્ડ તરફથી યુનિવર્સિટીની પરિણામની સીડી મળતા આગળની પ્રક્રિયા શરૂ થશે. 2 વર્ષથી કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થતી હતી. હવે કેસ ઘટતા રાબેતા મુજબ નવું સત્ર શરૂ થશે અને પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ છે.
કાલથી ડીપ્લોમાંથી ડિગ્રી એન્જિનિયરિંગ માટે રજીસ્ટ્રેશન
આવતીકાલે 9 જૂનથી ડીપ્લોમાંથી ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમ માટેની રજીસ્ટ્રેશન કાર્યવાહી શરુ થશે. પ્રવેશ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ 9 થી 30 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરી શકશે. સમગ્ર પ્રવેશ પક્રિયા ઓનલાઈન કરવાની રહે છે. વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિની વેબસાઈટ www.gujacpc.nic.in થી રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરી શકશે. પ્રવેશ પક્રિયામાં ગુજરાતમાંથી વર્ષ 2021 માં કુલ 15 વિવિધ યુનિવર્સીટી/બોર્ડ માંથી ડીપ્લોમાં પાસ કરેલ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક રહે છે. વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશનની કાર્યવાહીમાં સુગમતા રહે તે હેતુસર સમગ્ર ગુજરાતમાં વિવિધ જીલ્લા સ્તરે ઈજનેરી કોલેજ ખાતે 98 જેટલા સાયબર સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
પ્રવેશ પ્રક્રિયા માટેનો કાર્યક્રમ:
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.