સ્ટુડન્ટ્સના કામની વાત:ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ કોર્ષમાં એડમિશન માટે 10 જૂનથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટીની ફાઈલ તસવીર
  • ગત વર્ષે કોરોનાના લીધી ગુજરાત યુનિ.માં એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થઈ હતી

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ હજુ બાકી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્ષમાં એડમિશન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 2 દિવસમાં પ્રવેશ પ્રક્રિયા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. જે બાદ પ્રવેશ પ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.

ધો.10-12નું સામાન્ય પ્રવાહનું પરિણામ હજુ બાકી
ગત વર્ષે કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થઈ હતી, ત્યારે આ વર્ષે કેસ ઘટતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઝડપથી જ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે, પરંતુ હજુ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું નથી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલા પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી સુચના જાહેર કરવામાં આવશે અને 10 જૂન બાદ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.

ગુજરાત યુનિ.એ એડમિશન કમિટી તૈયાર કરી
ગત વર્ષની જેમ સરકારી એજન્સી દ્વારા જ એડમિશન પ્રક્રિયા કરવામાં આવશે. એડમિશન પ્રક્રિયા માટે વિવિધ એડમિશન કમિટી તૈયાર કરવામાં આવી છે, જેમાં અલગ અલગ વિભાગના ડીન અને ફેકલ્ટીને જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...