પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે:​​​​​​​કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ માટે આવતીકાલથી ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન શરૂ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ આવી ચૂક્યું છે, ત્યારે હવે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. સ્કૂલમાં ધોરણ 11 માટે પ્રવેશ પ્રક્રિયા સ્કૂલ કક્ષાએ શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે, જે માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ માટે આવતીકાલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.દર વર્ષની જેમ વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રક્રિયા માટે યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે બાદ ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા માટે કોલેજ પસંદગી, મોક રાઉન્ડ, મેરીટ તથા પ્રથમ રાઉન્ડ જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...