તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલેક્ટરોને સૂચના:EWSનું પ્રમાણપત્ર આપવાનો ઇન્કાર કરે તો અપીલમાં જવાશે

અમદાવાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અરજદારને અપીલમાં જવાની લેખિત જાણકારી આપવા સૂચના
 • બિન અનામત વર્ગ આયોગ દ્વારા કલેક્ટરોને સૂચના અપાઈ

રાજ્યમાં બિન અનામત વર્ગમાં આવતા લોકોને આર્થિક નબળા વર્ગ તરીકે 10 ટકા અનામતનું પ્રમાણપત્ર આપવાનો કોઇ કારણસર સક્ષમ અધિકારી દ્વારા ઇનકાર કરવામાં આવે તો અરજદાર તે આદેશ સામે ઉચ્ચ અધિકારી સમક્ષ અપીલમાં પણ જઇ શકશે. અરજદારોને આ માટેની લેખિત જાણકારી આપવા બિન અનામત વર્ગ આયોગ દ્વારા કલેક્ટરોને સૂચના અપાઈ છે.

જ્યારે સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણપત્ર આપવાનો ઇન્કાર કરવામાં આવે ત્યારે અરજદાર ઉચ્ચ અધિકારી સમક્ષ અપીલ કરી શકે તેવી જોગવાઇ છે. મામલતદાર, ટીટીઓ કે નાયબ નિયામક દ્વારા પ્રમાણપત્ર આપવાના કિસ્સામાં પ્રાંત અધિકારી, નાયબ કલેક્ટર સમક્ષ જ્યારે અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, નાયબ કલેક્ટર દ્વારા લેવાયેલા નિર્ણયના કિસ્સામાં જિલ્લા કલેક્ટર સમક્ષ અને જિલ્લા કલેક્ટર દ્વારા કરાયેલા નિર્ણયના કિસ્સામાં રાજ્યકક્ષાની વિશ્લેષણ સમિતિ સમક્ષ અપીલ થઇ શકે છે અને આવી અપીલનો નિકાલ 30 દિવસમાં કરવાનો હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો