તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો નિર્ણય:ડોક્ટર, બે પોલીસ કર્મી સહિત નવને સનદ આપવાનો ઈનકાર

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અન્ય જગ્યાએ નોકરી કરતા હોવાથી બારનો નિર્ણય

અન્ય જગ્યાએ નોકરી કરતા હોવા છતાં વકીલાત કરવા માટે સનદ માગનાર 9 લોકોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સનદ આપવાનો ઈનકાર કરી દીધો છે અને તે અંગેનો રિપોર્ટ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને મોકલી આપ્યો છે. જે લોકોને સનદ આપવાનો ઈનકાર કરાયો છે તેમાં 1 તબીબ, 1 સંરક્ષણ વિભાગમાં, 2 પોલીસ ખાતામાં અને 5 ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે છે.

બાર કાઉન્સિલના સિનિયર સભ્ય અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 12 જેટલા કાયદાના સ્નાતકોએ ચાલુ નોકરી દરમિયાન વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે સનદ મેળવવા અરજી કરી હતી. આ અંગે બાર કાઉન્સિલના એનરોલમેન્ટ કમિટીના ચેરમેન હિરા પટેલ, કરણસિંહ વાઘેલા અને નલિન પટેલે 12 લોકોની રજૂઆત સાંભળી હતી. એ વખતે ૩ લોકોએ સનદ મેળવવા માટે કરેલી અરજી પરત ખેંચી હતી.

એનરોલમેન્ટ કમિટીની 6 ફેબ્રુઆરીએ બેઠક મળી હતી, જેમાં બાકીના 9 લોકોની અરજી એનરોલમેન્ટ રૂલ્સ 26(2) મુજબ રિફ્યુઝ કરી હતી અને તે અંગેનો રિપોર્ટ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને મોકલી આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો