બેઠક:જિલ્લા પંચાયતમાં સિંચાઇના કામને મંજૂરી આપવા ઈન્કાર

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભાની બેઠક વગર મંજૂરી નહીં આપવાના DDOના નિર્ણય સામે સભ્યોને વાંધો

અમદાવાદ જિલ્લા પંચાયતમાં સિંચાઇ સમિતિના વર્ક ઓર્ડરને સામાન્યસભા વગર મંજૂરી આપવા ડીડીઓએ સાફ ઇનકાર કરી દીધો છે. ચેરમેન દ્વારા ડીડીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ડીડીઓએ પોતાનો નિર્ણય બદલવા ઈનકાર કર્યો હતો. મોટાભાગના તાલુકામાં વર્ક ઓર્ડર આપી દેવાયા હોવાથી ડીડીઓએ પેમેન્ટ અટકાવી દેવા આદેશ કર્યો હતો. સત્તાપક્ષ ભાજપના કેટલાક સદસ્યોએ કહ્યું કે, સામાન્યસભામાં પ્રમુખ સ્થાનેથી મંજૂરી આપી શકાય પણ ચેરમેનથી નારાજ ભાજપના અગ્રણી સભ્યોએ સૂચન જ કર્યુ નહતું. આ અંગે ડીડીઓનો સંપર્ક કરતા થઇ શક્યો નહતો.

સિંચાઇ સમિતિની ગત 30મી જુલાઇ, 2021ના રોજ બેઠક મળી હતી. જેમાં અંદાજે 4.30 કરોડના કામો મંજૂર કરાયા હતાં. બેઠક બાદ ચૂંટાયેલા સદસ્યોના આદેશથી તાલુકા કક્ષાએ 80 ટકા વર્ક ઓર્ડર પણ આપી દેવાયા હતાં. પરંતુ આ મંજૂર થયેલા કામોને બહાલી માટે 18મી ઓક્ટો.2021ના રોજ મળેલી સામાન્યસભામાં મુકાયા ન હતા. પરંતુ સિંચાઇ વિભાગ દ્વારા ગત 30મી જુલાઇના રોજ મળેલી બેઠકમાં મંજૂર કરાયેલા કામો સામાન્ય સભામાં ન મુકાતા બહાલી મળી શકી ન હતી. બેઠકમાં ભાજપના એક પણ સદસ્યએ પ્રમુખ સ્થાનેથી સિંચાઇ સમિતિના કામોને મંજૂરી અપાવવા પ્રયાસ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...