તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ સે વિશ્વાસ સ્કીમ:CBDTનો ITને રિફંડ, એસેસમેન્ટ 30 જૂન પહેલાં પૂરા કરવા આદેશ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ અરજી કરનારા કરદાતાના ફોર્મ નં.4 ઈશ્યૂ કરવાના અને બાકી ટેક્સની વિગતો 15 જુલાઈ પહેલાં પૂરી કરવા કહેવાયું

તાજેતરમાં સીબીડીટીએ એક પરિપત્ર કરીને ઇન્કમટેક્સ અધિકારીઓને વર્ષ 2021-22ના બાકી રહેલા કામો સમય મર્યાદામાં પૂરા કરવા આદેશ આપ્યો છે. કરદાતાના રિફંડ, ફરિયાદો અને ઍસેસમૅન્ટ જેવા કાર્યો 30 જૂન પહેલાં પૂરા કરવા કહ્યું છે.

સીબીડીટીએ ઇન્કમટેક્સ અધિકારીઓને પરિપત્ર કરીને વર્ષ 2021-22માટે આપેલા વચગાળાના એક્શન પ્લાન મુજબ વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ અરજી કરનારા કરદાતાના ફોર્મ નં.4 ઇસ્યુ કરવાનું અને કરદાતાના બાકી ટેક્સની વિગતો 15 જુલાઇ પહેલાં પૂરી કરવા આદેશ કર્યો છે. કરદાતાની ઇ-નિવારણ અને સિટીગ્રામ પર ફરિયાદ કરી હોય જેનો નિકાલ 30 જૂન 2021 પહેલાં લાવવા જણાવ્યું છે. ડિપાર્ટમેન્ટે કરેલા સરવે રિપોર્ટ કાયદાની 143-148ની વિગતો 31 જુલાઇ પહેલાં અપડેટ કરવા જણાવ્યું છે.

કરદાતાએ ફાઇલ કરેલી ભૂલ સુધારણા અરજીનો નિકાલ 31 જુલાઇ 2021 પહેલાં કરવા જણાવ્યું છે. ડિપાર્ટમેન્ટે પાડેલા દરોડાની તપાસ અને કાળા નાણાંના કેસની પતાવટ 30 જૂન 2021 પહેલાં કરવા જણાવ્યું છે. ઇન્ટરનેશનલ ટેક્સેશન અને ટ્રાન્સફર પ્રાઇઝિંગના કેસમાં 30 નવેમ્બર 2021 પહેલાં કરવા જણાવ્યું છે. ટીડીએસ અને ટીસીએસમાં ઓછાં ટેકસ કાપવાનું અને નીલ ટેકસનું સર્ટિફિકેટ અરજદારને 31 જુલાઇ 2021 પહેલાં આપવા જણાવ્યું છે. આમ ડિપાર્ટમેન્ટે દરેક કામોને સમય મર્યાદામાં પૂરાં કરી તેની વિગતો ઇન્કમટેક્સના નવા પોટર્લ પર પૂરી પાડવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...